સોમનાથ ખાતે દેશ-વિદેશથી યાત્રિકો સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે. નજીકમાં આવેલ સંઘ પ્રદેશ દિવના બીચ સાઇટ સીન જોવા લાયક હોય, યાત્રિકો સલામત યાત્રા કરી શકે તેવા શુભાશય સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ થી દિવના સાઇટસીન મુલાકાત સાથે એક ટંકના ભોજનની વ્યવસ્થા, યાત્રીકો પરત સોમનાથ ફરી શકે તેવી પેકેજ ટુરનો પ્રારંભ આજથી કરવામાં આવનાર છે.
આ પેકેજ ટુરમાં દિવના ગંગેશ્ર્વર મહાદેવ, નાગવા બીચ, માર્કેટ, ચર્ચ, મ્યુઝીયમ, ખુકરી:, કિલ્લો સહીત સાઇટસીન સામેલ હશે. દિવ મુલાકાત બપોરનું ભોજન બાદ યાત્રીઓને ફરી સોમનાથ પણ લાવવાની વ્યવસ્થા માત્ર રૂ. પ00 ના શુલ્કમાં રાખવામાં આવેલી છે. ટુર પ્રસ્થાનનો સમય સવારે 8 કલાકે રહેશે. તેમજ આ બસ ર3 યાત્રીકોની કેપેસીટીની હોય જે થી યાત્રીઓએ વહેલા તે પહેલાના ધોરણો સોમનાથ ટ્રસ્ટ બુકીંગ ઓફીસ મો. નં. 94282 14914 ખાતેથી બુકીંગ કરાવવાનું રહેશે.
અતિથિગૃહોમાં માત્ર રૂ. ર00માં યાત્રીઓને ટ્રોલીબેડનો લાભ મળશે
સોમનાથ દર્શનાર્થે આવતા યાત્રીકો આવાસ માટે સર્વોત્તમ એવા સોમનાથ ટ્રસ્ટના અતિથિ ગૃહોમાં ટ્રોલીબેડ વ્યવસ્થા શરુ કરવામાં આવેલી. યાત્રીકો ટુ-બેડ રૂમમાં એકસ્ટ્રા ટ્રોલી બેડની સુવિધાનો લાભ લઇ શકશે. યાત્રીકો જયારે બે થી વધુ સંખ્યામાં સોમનાથ દર્શનાર્થે આવે ત્યારે એક વધુ રૂમ રાખવો કે શું કરવું તેવા પ્રશ્ર્નો ઉદવતા હોય છે. ત્યારે આ ટ્રોલી બેડનું શુલ્ડ જીએસટી સાથે માત્ર રૂ. ર00 રાખવામાં આવેલું છે. આ ટ્રોલી બેડ સેવા ટ્રસ્ટના સાગર દર્શન- લીલાવતી અતિથિગુહો ખાતે શરુ કરવામાં આવેલ છે. તેમજ આ સેવા બાળકો તેમ જ વડીલો માટે જ ખુર સુવિધાજનક બની રહેશે.