દુનિયાભરના ગુજરાતીઓ માટેના શરૂ થયેલા સૌપ્રથમ એગ્રીગેટરમાં સોશિયલ મીડિયામાં થતા વાયરલને વાઈરસ બનતા અટકાવવા વિશેષ પ્લાનીંગ કરાયું હોય લોન્ચીંગ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના તમામ ક્ષેત્રના આગેવાનોએ આ એગ્રીગેટરની ભરપેટ પ્રશંસા કરી
વિશ્વભરના ગુજરાતીઓ માટેનું સૌપ્રથમ એગ્રીગેટર ‘આઈ એમ ન્યુ ગુજરાતી’નું ગઈકાલે રાજયના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાલના માહિતીના યુગમાં દરેક વ્યકિત ઝડપથી પોતાની આસપાસ બનતી ઘટનાઓથી વાકેફ થવા ઈચ્છે છે. જેથી ન્યુઝપેપર બાદ ઈલેકટ્રોનીકસ મીડિયા અને જયાર બાદ આજે સોશ્યલ મીડીયાનો યુગ આવ્યો છે પરંતુ, સોશ્યલ મીડિયામાં અમુક વખતે ફેક માહિતી કે ન્યુઝના કારણે થયેલા વાયરલ વાઈરસ બની જતા હોય છે. જેથી આવા વાયરસને કારણે સમાજમાં ખોટા ન્યુઝ જવાથી કોમી રમખાણો જેવી ગંભીર ઘટનાઓ પણ બનતી હોય છે.
જેથી, સોશ્યલ મીડિયામાં રહેલી આ કમીને દુર કરવા અબતક મીડિયા હાઉસ દ્વારા બેંગ્લોરની પબ્લીક વાઈબની મદદથી આઈ એમ ન્યુ ગુજરાતી એપ અને વેબસાઈડ બનાવવામાં આવી છે. આ એપની મદદથી માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં વસેલા ગુજરાતીઓ પોતાને વાંચવા ગમતા સાચા સમાચારો વાંચી શકશે એટલું જ નહીં સોશ્યલ મીડિયાના અન્ય માધ્યમોની જેમ પોતાના ગ્રુપ બનાવી અંદરોઅંદર ચેટ કરી શકશે. સરકારની નીતિઓ, વિવિધ વિષયો પર પોતાના અભિપ્રાયો, મતો રજુ કરી શકશે.જાહેર સ્થળોએ થતી મારામારી, ગુન્હાઓ, અસામાજિક પ્રવૃતિઓના અંગેની પોલીસ તંત્રને માહિતી આપવામાં સામાન્ય નાગરિકો ડરતા હોય છે. જેની આવી ઘટનાઓની માહિતી પોલીસતંત્ર સુધી પહોંચે જયાં સુધીમાં ઘણુ મોડુ થઈ ચુકયું હોય છે.
ઉપરાંત, ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડયા બાદ ડોકટરો પોલીસ કેસ હોવાનું જણાવીને પોલીસ તંત્રની આવવાની રાહ જોવી છે. જેના કારણે ઘાયલોને તુરંત સારવાર આપવામાં પણ ભારે મુશ્કેલીઓ પડે છે. જેથી ઘણી વખતે આવી ઘટનાઓમાં મોડુ થવાથી અઘટિત બનાવો પણ બની જતા હોય છે.આઈ એમ ન્યુ ગુજરાતી એપમાં આવી ઘટનાઓમાં માનવીય મુલ્યોને ધ્યાનમાં રાખીને કોઈપણ વ્યકિત પોલીસ તંત્રની લાંબી કાર્યવાહીમાં પડયા વગર પોતાનું નામ આપ્યા વગર ઓળખ છુપાવીને આવા બનાવોની પોસ્ટ, ફોટા કે વિડીયો સાથે મુકી શકે છે.
જેથી આવા બનાવની નજીકના સ્થાનિક પોલીસ તંત્રને એપના માધ્યમથી માહિતી મળતા તેઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચીને આવી મારામારીને રોકીને ઘાયલોને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી શકે છે. હોસ્પિટલ તંત્રને પણ આવા બનાવોની અગાઉથી માહિતી મળી જવાથી તેઓ પણ આવા ઘાયલોને તુરંત સારવાર આપવા માટેની તમામ પૂર્વ તૈયારીઓ કરી શકે છે.જયારે નાગરિકોની પોતાની સ્થાનિક સમસ્યાઓ જેવી કે સફાઈ ન થવી, પાણી ન આવવું, ગંદકી, ગટર ઉભરાવી, ઝાડ પડવા કે ટ્રાફિકજામ થઈ જવું વગેરે અંગે પોતાની ઓળખ જાહેર કરીને કે ઓળખ છુપાવીને લાગતા વળગતા સ્થાનિક તંત્રને આઈએમએનજીના માધ્યમથી માહિતી પહોંચાડી શકે છે.
જેથી લાગતું-વળગતું તંત્ર પણ આ સમસ્યાની માહિતી પહોંચતા તુરંત જવાબ આપીને આ સમસ્યાનું નિવારણ કરી શકે છે. માત્ર એટલું જ નહીં જે-તો સરકારી વિભાગોના વડાઓ તેમના તંત્રમાં કયાં વિભાગને લગતી, કયાં કેટલી ફરિયાદો, કયાં વિસ્તારોમાંથી કયાં સમયે આવી અને તેમાંથી કેટલી સમસ્યાઓનું નિરાકરણ આવ્યું છે તે પણ જોઈ શકાશે.
આમ, નાગરીકો આઈએમએનજીના માધ્યમથી વિવિધ સરકારી તંત્રો સુધી ઝડપભેર પોતાની સમસ્યાઓ પહોંચાડી શકશે જયારે તંત્ર પણ આ સમસ્યાઓનું ઝડપભેર નિરાકરણ લાવી શકશે. તદઉપરાંત અજાણ્યા સ્થળોએ જયારે અકસ્માત સર્જાય ત્યારે ઉભી થતી લોહીની જરૂરીયાત વખતે માહિતી ના હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ પડતી હોય છે જેની આઈ એમ ન્યુ ગુજરાતી એપમાં આવા સંવેદનશીલ માનવીય મુલ્યોને ધ્યાનમાં રાખીને રકતદાતાઓના બ્લડ ગ્રુપ, તેના સંપર્ક નંબર, તેને છેલ્લે કયારે રકતદાન કર્યું અને તે કેટલા વિસ્તારમાં લોહી આપવા તૈયાર છે તેની ઝીણવટભરી વિગતો પણ સમાવી લેવામાં આવી છે. જેથી લોહીની તાત્કાલિક જરૂરીયાત વખતે ખોટો સમય ના વેડફાઈ અને તુરંત લોહી મળી શકે.
આ એગ્રીગેટર સાથે રાજયભરના ૫૦૦ જેટલા ટીવી ચેનલ, દૈનિકપત્રો, સાપ્તાહિકોના પબ્લીશરો જોડાયેલા હોય દુનિયાભરના ગુજરાતીઓ તેમની વાંચવી ગમતી તેમના નિયત વિસ્તારની રાજનીતિ, સ્થાનિક સમસ્યાઓ, મનોરંજન, ટ્રાવેલ, લાઈફ સ્ટાઈલ, નોકરી, અસરો વગેરેના સમાચારો વાંચી શકશે. આવા સમાચારોનો પોતાના ગ્રુપમાં ફોરવર્ડ કરી શકશે. જેથી આ એપ દ્વારા પોતાને ગમતા સાચા સમાચારો વાંચી શકવાથી લોકોની પોતાની મરજી ચાલશે. આ એપમાં રાખવામાં આવેલી વિવિધ વિશિષ્ટતાઓને નિહાળીને આ લોન્ચીંગ પ્રસંગે ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ભરપેટ વખાણ કરીને તુરંત પોતાના મોબાઈલોમાં આ એપ ડાઉનલોડ કરીને આ ડિજીટલ માધ્યમ સાથે જોડાઈ ગયા હતા.
ડિજિટલ મીડિયામાં ટ્રસ્ટવર્ધીનેશ, એકાઉન્ટબીલીટી, રીઝલ્ટ ઓરીએન્ટેડ, ટ્રાન્સપરન્સી અને એક્યુરેસીનો પર્યાય એટલે આઈએમએનજી: સતીષકુમાર મહેતા
આ પ્રસંગે અબતક મીડિયા હાઉસના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાએ જણાવ્યું હતું કે, અબતક દ્વારા સાત વર્ષમાં સૌપ્રમ વખત આ જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પોઝીટીવ ન્યુઝ ઈન્ફરમેટીવ ન્યુઝના ધ્યેય સો અબતક દૈનિક શરૂ કરીને ન્યુઝમાં વ્યુઝ ઉમેરવાનું સાહસ કર્યું હતું. જેને સારો લોકપ્રતિસાદ મળતા એક જ વર્ષમાં ચેનલ શરૂ કરી હતી.
અબતક ચેનલમાં સવારના પ્રભાતિયાી લઈને ૨૪ કલાક ગુજરાતી લોકોને ગમે તેવા કાર્યક્રમો પીરસવામાં આવે છે. જેથી આજે આ ચેનલ આઠ લાખ ઘરોમાં જોવાઈ રહી છે. ચેનલની સફળતા બાદ ડિજીટલ મીડિયા ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. તેમાં સોશ્યલ મીડિયાના રેન્કીંગમાં ૬૦ પોઈન્ટ ઘટાડવામાં આવતા ‘અપની ખુદ કી દુકાન’ કરવાનો વિચાર આવ્યો હતો. જેમાંથી આઈએમએનજીનો પાયો નખાયો હતો.
સોશ્યલ મીડિયા ત્યાં સુધી જ સોશ્યલ રહી છે કે તેમાં તા વાઈરલ વાઈરસ ન થાય. ફેક ન્યુઝ વાઈરલ વાી ઉભા થતાં વાઈરસ સામે એન્ટીવાઈરસ સ્વરૂપે આઈએમએનજી લાવ્યા છીએ તેમ જણાવીને સતીષભાઈએ ઉમેર્યું હતું કે, ટ્રસ્ટવર્ધીનેશ, એકાઉન્ટીબીલીટી, એક્યુરીસી, ટ્રાન્સપરન્સી અને રીઝલ્ટ ઓરીએન્ટેડના ધ્યેયો સો આ એપ્લીકેશન બનાવવામાં આવી છે.
એમ્બ્યુલન્સ આજે ૧૦૮ની સેવાઓમાં જે ફરક છે તેવા જ ફરક સોશ્યલ મીડિયાનો અન્ય એપો અને આઈએમએનજીની એપ વચ્ચે છે. ટેકનોલોજીના આપણે ફાયદો લઈ તો ઘણું સારુ કામ થઈ શકે તેવા ઉદ્દેશ્યી આ એપ પબ્લીક વાઈવના નરસિહમાએ તૈયાર કરી છે. તેમાં રક્તદાતા અને રક્તની જરૂરિયાતવાળા લોકો એકબીજાના સીધા સંપર્કમાં રહે તેવા માનવીય સેવાકીય પ્રવૃતિઓને આવરી લેવાય છે.