વોલ્વોએ લગ્ઝુરિયસ કારમાં એક નવુ સાહહ એક્સ ૬૦ ભારતમાં લોન્ચ કર્યુ છે. જે ફક્ત એક એન્જીનનાં વિકલ્પ સાથે ઉપલબ્ધ થશે. આ વર્ષે સેક્ધડ જનરેશન વોલ્વોનો જીનીવા મોટર શોમાં પરિચય થયો હતો. જ્યારે અપ્રિલમાં તેનું પ્રોડક્શન શરુ જ હતું. આ કારમાં ૨ લીટર ડિઝલ અને ૫ ડિઝલ એન્જીનની ક્ષમતા છે. એન્જીનને ઓટોમેટીક ગિયરબોક્સથી જોડવામાં આવ્યું છે. નવી એક્સ ૬૦નું પ્રદર્શન તેના સેગમેન્ટમાં સર્વશ્રેષ્ઠ રહેશે. તો વોલ્વો ભવિષ્યમાં એસયુવીના પેેટ્રોલ અને હાઇબ્રિડ એડિશન લાવવાની તૈયારીઓ પણ કરી રહ્યું છે.

તેના ફિચર્સમાં એયર સસ્પેન્શન, વિલ્કિંગ ઓડિયો સિસ્ટમ, હેડ-અપ ડિસ્પ્લે અને ૧૯ ઇંચના વ્હીલ્સની લેન્સ સિસ્ટમ અને રડાર સુરક્ષા એક અલગ સીરીઝમાં લોન્ચ કરશે. નવી વોલ્વો એક્સ ૬૦ નવા અપડેટ સાથે લોન્ચ થઇ છે, તેનું મુખ્ય આકર્ષણ રડાર સુવિધા છે. નવી એક્સસી ૬૦ને દિલ્હીમાં શોરુમ પ્રાઇઝ લગભગ ૫૫ લાખમાં ઉપલબ્ધ થઇ શકે છે. સ્વીડનની ઓટોમોબાઇલ કં૫ની વોલ્વો પોતાની નવી વોલ્વો એક્સસી ૬૦ લોન્ચ કરી વધુ ભારતીયોને આકર્ષવા એડી ચોંટીનું જોર લગાવી રહી છે, તે મર્સીડિઝ બેન્ઝ જીએલસી, ઓડી ક્યુ ૫, બીએમડબલ્યુ અને જોગુઆર જેવી લગ્ઝુરિયસ કારોને ટક્કર આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.