ગ્રાહકોને એન્ટિક, રિયલ ડાયમંડ, જડતર વગેરે પ્રકારની ડીઝાઇનમાં જવેલરી મળી રહેશે
કોટેચા ચોક પાસે ડી જવેલર્સની આજે શુભ શરુઆત કરવામાં આવે છે. છેલ્લા સાડાનવ વર્ષથી ગ્રાહકોને યોગ્ય અને ઉચ્ચ ગુણવતાવાળી વસ્તુ આપતા ડી જવેલર્સ આજથી નવા રંગરુપમાં જોવા મળશે. ડી જવલર્સના માલીક દિપાબહેને જણાવ્યું હતું કે ડી જવેલર્સ એન્ટિક વસ્તુઓ તથા ગ્રાહકો અને વેપારી વચ્ચેના સુદઢ સંબંધથી પ્રખ્યાત છે.
અહિં ગ્રાહકોને એડવાન્સ ડિઝાઇન ના એન્ટિક જવેલરી તથા ડાયમંડ જવેલરી મળી રહે છે. આ તકે ડી જવેલર્સનાં વર્ષો જુના ગ્રાહકો તથા પરિવારજનો ઉ૫સ્થિત રહી આ નવી શરુઆતને હર્ષભેર વધાવી લીધી હતી.
ગ્રાહકો અહિંથી સંતુષ્ટ થઇને જાય છે: નરેન્દ્રભાઇ સોની
નરેન્દ્રભાઇ સોનીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારુ આ ડી જવેલર્સ રાજકોટમાં એક નવીનતમ વસ્તુઓ લઇને આવે છે. રાજકોટની જનતા માટે એક નવા રુપ રંગ સાથે નવા શો રુમનું આજે ઓપનીંગ કરાયું છે. એન્ટિક રીયલ ડાયમંડ, જડતર, દરેક પ્રકારની નવી વસ્તુઓ અહીં જોવા મળે છે. અને વ્યાજબી ભાવે ૯૧૬ ગવમેન્ટ ના હોલમાર્ક ના દાગીના અહિંથી મળશે અમે ચોખ્ખુ અને શુઘ્ધ માપ આપીએ છીએ. ગ્રાહકોને અમારે પ્રત્યે લાગણી છે વિશ્ર્વાસ છે કે ગ્રાહકો અહિંથી સંતુષ્ટ થઇને જાય છે.
ડી જવેલર્સમાં વિશાળ કલેકશન: મીરાબેન
મીરાબેન (ગ્રાહક) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા માટે કે મારા પરિવાર માટે નાના મોટા કોઇપણ ધરેણા પ્રસંગ કે તહેવાર હોય દિપાબેનના ડી જવેલર્સમાંથી જ લેવાના હોય કારણ કે એના સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. ડી જવેલર્સમાં મોડે કલેકશન છે. કસ્ટમરની સેટીસફેશન પણ એ બહુ સારી રીતે ઓળખે છે. ટ્રેન્ડ પ્રમાણે એ ધરેણા રાખે છે. પાછુ એડવાન્સ છે માર્કેટમાં કયાંક ન જોવા મળતું હોય એ અહીં જોવા મળે છે. આવું સરસ શોરુમ ચાલુ કરે છે માટે ખુબ ખુબ અભિનંદન આ આખા વિસ્તારમાં આવું શો રુમ કયાંક નથી.
અમારી છાપ જ એવી છે કે ડી જવેલર્સ એટલે કંઇક અલગ: દિપાબેન (ઓનર)
દિપાબેન (ઓનર) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આપણા શો રુમે આજે સાડાનવ વર્ષ પૂર્ણ કર્યા. ખાસિયત એ છે કે આપણે એન્ટિક જવેલરી જ રાખી છે. ગ્રાહક બજારમાં ફરી ફરીને થાકી ગયો હોય ત્યારે તેના માટે છેલ્લુ સ્થળ ડી જવેલર્સ જ હોય છે. એ પરંપરાગત આપણે નવ વર્ષથી ચલાવતા આવ્યા છીએ. ગ્રાહકોની ઇચ્છા હતી કે રીયલ ડાયમંડ જવેલરીનું કામ પણ કરીએ પરંતુ જગ્યાના અભાવે એ કરી શકતા ન હતા. હવે વિશાળ જગ્યા સાથે ડાયમંડ માટે અલગ કાઉન્ટર પણ ચાલુ કરેલ છે. આપણે સોનામાં જે રીતે કંઇક હટકે રાખતા હતા તે રીતે જ ડાયમંડમાં પણ કંઇક હટકે જ લાવ્યા છીએ. આપણી છાપ જ એવી છે કે ડી જવેલર્સ એટલે કંઇક અલગ જ.