ગર્લ્સ હોસ્ટેલમાં ૧૦ લેડી સાઈકલ તેમજ ગર્લ્સ-બોયઝ હોસ્ટેલમાં ર્પ્રાના માટે મ્યુઝીક સિસ્ટમનું ઉદ્ઘાટન: કુમાર પ્રશાંતનું વકતવ્ય પણ યોજાયું: ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, કમલેશ મિરાણી અને ભાનુબેન બાબરીયા સહિતનાની પ્રેરક ઉપસ્થિતિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે  મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે તથા બંધારણ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં કુમાર પ્રશાંતના વકતવ્યનો કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીની ઉપસ્થિતિમાં સેનેટ હોલ ખાતે યોજાયેલ હતો.

આ કાર્યક્રમની સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિદ્યાર્થીલક્ષી ચાર લોકાર્પણો જેમાં પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ બનાવવા માટે બે પ્લાસ્ટિક ક્રશર મશીન, પર્યાવરણની જાગૃતિ તથા ફીટનેસ માટે ગર્લ્સ હોસ્ટેલમાં ૧૦ લેડી સાઈકલ તથા બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં સવારે-સાંજે પ્રાર્થના માટે આઠ મ્યુઝીક સિસ્ટમ અને સ્પીકરનું ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તથા મહિલા કર્મચારીઓ તથા વિદ્યાર્થીનીઓ માટે જુદા જુદા ભવનો/ગર્લ્સ હોસ્ટેલ ખાતે ૧૩ સેનેટરી વેન્ડીંગ મશીનનું પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ હતું.

IMG 20191127 WA0020

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું ભારતીય બંધારણના પુસ્તક  તથા ખાદીનો રૂમાલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ હતું.

કાર્યક્રમના ઉદઘાટક અને પ્રદેશ ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના જીવનમાંથી યુવાનોએ ઘણું શીખવાનું છે. ગાંધીજીનું જીવન જ તેમનો સંદેશ છે અને યુવાનોએ ગાંધીજીના વિચારોને પોતાના જીવનમાં અપનાવવા જોઈએ. નીતિનભાઈ ભારદ્વાજે બંધારણ દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે ભારત દેશનું બંધારણ એ સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ છે. બંધારણમાં આપણા હક્કોની સાથે આપણી ફરજો/ આપણું કર્તવ્ય પણ નિયત થયેલ છે. નીતિનભાઈ ભારદ્વાજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજરોજ વિદ્યાર્થીઓને ઉપયોગી એવા વિવિધ લોકાર્પણો કરવા અંગે યુનિવર્સિટીના કુલપતિશ્રી તથા ઉપકુલપતિને અભિનંદન પાઠવ્યા હતા.

IMG 20191127 WA0019

ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી એ સ્વચ્છતાના આગ્રહી હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીજીએ ગાંધીજીના વિચારોને ચરિતાર્થ કરી સમગ્ર દેશને સ્વચ્છતા અંગેની જાગૃતિ કેળવી છે. સૌરાષ્ટ્ર  યુનિવર્સિટી કેમ્પસને પ્લાસ્ટિક ફ્રી બનાવવા બે પ્લાસ્ટિક ક્રશર મશીનનું આજરોજ લોકાર્પણ કરવામાં આવેલ છે.

કાર્યક્રમના અધ્યક્ષ કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે આજે ભારતીય બંધારણના ૭૦ વર્ષ પૂરા થયા છે. ૨૬ મી નવેમ્બર ૧૯૪૯ ના રોજ આઝાદ ભારતનું બંધારણ સ્વીકારાયું હતું. પરંતુ તેનો અમલ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ કરવામાં આવેલ હતો. આપણું બંધારણ આપણને જીવતા શીખવે છે. કુલપતિ એ વિદ્યાર્થીઓને ગાંધીજીના જીવન આદર્શો પર ચાલવાની ટકોર કરી હતી અને વિદ્યાર્થીઓને ભારતીય બંધારણ વાંચવાનું સૂચન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.