ભૂમિપૂજનમાં મુખ્ય યજમાન સન હાર્ટ ગ્રુપ મોરબીના ગોવિંદભાઈ વરમોરા ઉપસ્થિત રહ્યા
કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞમાં આજે ભૂમિપૂજન અને વિજય સ્થંભ આરોહણ થયું છે. આજે વિવિધ કાર્યક્રમ અંતર્ગત સવારે ૮ કલાકે ઉમિયા માતાજી મંદિરે આગમન અને દર્શન, ૮.૧૫ કલાકે શોભાયાત્રા પાઠશાળા ‘ઉમિયા બાગ’ જવા પ્રસ્થાન, ૯.૧૦ કલાકે પાઠશાળા ભૂમિપૂજન અને વિજય સ્થંભ આરોહણ પૂજાવિધિ, ૧૦.૧૫ કલાકે શોભાયાત્રા ‘ઉમિયાબાગ’થી યજ્ઞશાળા ‘ઉમિયાનગર’ જવા પ્રસ્થાન અને ત્યારબાદ ૧૦.૪૫ કલાકે યજ્ઞશાળા ભૂમિપૂજન અને વિજય સ્થંભ આરોહણ પૂજાવિધિ કરવામા આવી હતી.
ભાગ્યશાળા યજમાનોમાં મુખ્ય યજમાન સ્વ. ગણેશભાઈ શિવાભાઈ પટેલ (સન હાર્ટ ગ્રુપ) મોરબી, ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ગ્રુપ મોરબી), પાઠશાળા ભૂમિપૂજનના યજમાન સિધ્ધિ ગ્રુપ અમદાવાદ, મુકેશભાઈ કેશવલાલ પટેલ તથા ભરતભાઈ કેશવલાલ પટેલ (ખોરજવાળા), પાઠશાળા વિજય સ્થંભના યજમાન ડાહ્યાભાઈ હરજીવનદાસ પટેલ (દેવગઢવાળા) અમદાવાદ, કિરીટભાઈ પ્રમુખ ૭૨ સમાજ તથા પંકજભાઈ ડાહ્યાભાઈ યજ્ઞ શાળા ભૂમિપૂજન યજમાન લલિતભાઈ બાબુભાઈ પટેલ (અમદાવાદ), યજ્ઞશાળા વિજય સ્થંભના યજમાન રૂખીબેન કાશીરામદાસ પ્રભુદાસ પટેલ (રૂસાત) પરિવાર ઉંઝા ખોડાભાઈ, મનુભાઈ, કનુભાઈ તથા મુખ્ય આચાર્ય શાસ્ત્રી રાજેશ અનંતદેવ શુકલ રહ્યા છે.
આ પ્રસંગે પ્રમુખ, ઉપપ્રમુખ તથા કાન્તીભાઈ રામ સાથે પરસોતમભાઈ ફળદુ, ડો. જે. એમ. પનારા સાહેબ, સૌરાષ્ટ્ર ઝોન મહિલા કન્વીનર પ્રા. ડો. ઉષાબેન હાસલિયા, ઉમેશકુમાર હાસલિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.