સમાજના દરેક વર્ગ, પ્રત્યેક કક્ષાના લોકોને ઉપયોગી બને એવી વેબસાઇટનું નિર્માણ
જીજ્ઞાસુઓના જ્ઞાનમાં વધારો કરવા શિક્ષક,ગ્રાફીક ડીઝાઇનરની નવતર પહેલ
સમાજના દરેક વર્ગ અને પ્રત્યેક કક્ષાના લોકોને ઉપયોગી થાય તેવી માહિતીસભર વેબસાઇડનું અપૂર્વ મૂનિ સ્વામીના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
૨૧મી સદી જ્ઞાન-વિજ્ઞાનની સદી છે. આપણે સૌ જાણીએ છીએ કે, નોલેજ ઈઝ પાવર. જેટલા જ્ઞાની એટલા શક્તિશાળી. શાસ્ત્રોથી લઈ સોશ્યિલ મીડિયાએ પણ જ્ઞાનને માનવીનું ઉત્તમ પાસું અને સફળતાનું કારણ ગણાવ્યું છે. ગુજરાતનાં લોકો ટેક્નોસેવી બની ડિજિટલ મીડિયામાં લેખન-વાંચનની પ્રવૃત્તિ વધારી રહ્યા છે ત્યારે ગુજરાતીઓના જ્ઞાનમાં વધારો કરતી વેબસાઈટ www. knowledge-cafe.inનું નિર્માણ કર્યું છે. આ વેબસાઈટ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓથી લઈ દરેક વર્ગ અને કક્ષાનાં વ્યક્તિઓનાં જ્ઞાનમાં વધારો કરશે. www. knowledge-cafe.in વેબસાઈટ પર નોલેજમાં વધારો કરતા વિવિધ શ્રેણીમાં અવનવા વિષયો પર સરળ ભાષામાં લેખ મૂકવામાં આવ્યા છે જે લેખ વાંચી અવનવી માહિતી મેળવી જ્ઞાનનો અખૂટ ભંડાર ભેગો કરી શકાય છે.
શરદ પૂર્ણિમાના પાવન દિવસ નિમિત્તે મોટિવેશનલ સ્પીકર તેમજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતશ્રી અપૂર્વમુની મહારાજ સ્વામીએ www. knowledge-cafe.in વેબસાઈટનું ઉદ્દઘાટન કર્યું છે અને આ વેબસાઈટ થકી ગુજરાતી પ્રજા જ્ઞાનરૂપી પ્રસાદી પામી પોતાના જીવનમાં સફળતા મેળવે એવી આશા વ્યક્ત કરી આશિષ વચન પાઠવ્યા છે. www. knowledge-cafe.inની સમગ્ર ટીમે આ વેબસાઈટ ખૂબ જ અભ્યાસ કરી તૈયાર કરેલી છે અને હજુ આવનારા સમયમાં આ વેબસાઈટમાં બીજા અસંખ્ય અવનવા વિષયો પર વાચકોની માહિતીમાં વધારો કરતા લેખો મૂકવામાં આવશે તેમ જણાવાયું છે.