પિંક રિક્ષામાં 10-12 વિદ્યાર્થિનીઓના ગૃપને પ્રાધાન્ય અપાશે: શાળાઓ સાથે થશે કરાર

રાજકોટમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી મહિલા સંચાલિત પિંક ઇલેક્ટ્રિક રીક્ષા શરૂ કરવામાં આવી છે. જેમાં માટે વિદ્યાર્થિનીઓની જ સવારી કરવામાં આવશે. આ સાથે મહિલાઓને પણ સવારી કરવામાં આવશે.
રાજકોટમાં પહેલી વાર સ્ત્રી સંચાલિત ઇલેક્ટ્રિક રિક્ષાઓ ચાલુ કરવામાં આવી છે અને ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થિનીઓને લેવા-મૂકવા માટેના ફેરા ચાલુ કરવાના છે.

બધી જ રિક્ષાઓ મહિલા ચલાવતી હોવાથી વિદ્યાર્થિની સાથે કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવની શક્યતા નહિ રહે તેવું બહેનોએ કહ્યું છે.તેમણે કહ્યું કે, અમારી પાસે રિક્ષાઓની સંખ્યા નિયંત્રિત હોવાથી અમે જે એરિયામાંથી 10 -12 વિદ્યાર્થિનીઓનું ગ્રૂપ એક-સાથે મળતું હશે તેને પ્રાધાન્ય આપીશું.

આ લેડીઝ સંચાલિત રિક્ષા એકદમ નવી હોવાથી અને વધારે વિદ્યાર્થિનીઓને બેસાડવાની નહિ હોવા છતાં આ લેડીઝ સંચાલિત રિક્ષાનું ભાડું હાલની રિક્ષાના ભાડા જેટલું જ રાખવામાં આવશે. આ લેડીઝ સંચાલિત રિક્ષાને ભાડા માટે અથવા સ્કૂલની વર્ધી માટે કરારબદ્ધ કરવામાં આવશે. રીક્ષા શરૂ થતાં વિદ્યાર્થિની અને મહિલાઓની મુસાફરી વધુ સુરક્ષિત બનશે. પિંક ઇલેક્ટ્રિક રિક્ષાનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. જેના કારણે હવે મહિલાઓ અને વિદ્યાર્થિનીઓને સસ્તા ભાડા સાથે સવલતો પણ મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.