નવી સુવિધા ઝડપી અને સગવડભરી બની રહેશે: શૈલેષભાઈ ઠાકર
સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ગ્રાહક સુવિધામાં વધારો કરતાં, વ્હોટ્સએપ બેંકિંગ શરૂ કરાયેલું છે.
આ અંગે વધુ માહિતી આપતાં બેંકના ચેરમેન શૈલેષભાઇ ઠાકર અને જીમ્મીભાઇ દક્ષીણી જણાવે છે કે, ‘આજના સમયમાં સંખ્યાબંધ લોકો સ્માર્ટફોનનો વપરાશ કરે છે. સ્માર્ટફોનનો વપરાશ કરનાર વ્હોટ્સએપથી અજાણ હોય તેવું ભાગ્યે જ બને. આ સર્વસ્વીકૃત ટેકનોલોજીને બેંકિંગ સાથે જોડવાથી ખાતેદારોને કામગીરીમાં વધુ સગવડ મળી રહે છે સાથોસાથ આ નવી સુવિધા ઝડપી પણ છે.’ વ્હોટ્સએપ બેંકિંગ સુવિધાનો શુભારંભ પ્રસંગે શૈલેષભાઇ ઠાકર (ચેરમેન), જીમ્મીભાઇ દક્ષીણી (વાઇસ ચેરમેન), ડિરેકટરગણમાંથી નલિનભાઇ વસા, જીવણભાઇ પટેલ, ટપુભાઇ લીંબાસીયા, ડાયાભાઇ ડેલાવાળા, અર્જુનભાઇ શિંગાળા, દીપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, ચંદ્રેશભાઇ ધોળકીયા, કાીર્તિદાબેન જાદવ, માધવભાઇ દવે, કાર્તિકેયભાઇ પારેખ, બાવનજીભાઇ મેતલિયા, પ્રદીપભાઇ જૈન, દિનેશભાઇ પાઠક (કો-ઓપ્ટ), વિનોદ કુમાર શર્મા (જનરલ મેનેજર-સી.ઇ.ઓ.), યતીનભાઇ ગાંધી (સી.એફ.ઓ.), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.) ઉપરાંત શાખા વિકાસ સમિતિના સદસ્યો અને વરિષ્ઠ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.