દેશનાં પશ્ર્ચિમ કિનારે આવેલ બેટ શંખોદ્વાર ટાપુ કે જે દ્વારકાધીશજી કૃષ્ણનું નિવાસસ્થાન ગણાય છે અને અહીં દ્વારકાધીશજીનાં મુખ્ય મંદિર સાથે અનેક પુરાણીધ મંદિરો આવેલા છે જેમાનું એક વિશ્ર્વ પ્રસિઘ્ધ હનુમાન દાંડી મંદિર છે જયા હનુમાનજી સાથે તેમનાં પુત્ર મકરઘ્વજ પણ બિરાજે છે. જે દુનિયાનું એક માત્ર મંદિર જે જયાં પિતા-પુત્ર એક સાથે બિરાજે છે. આ હનુમાન દાંડી મંદિર દ્વારકાધીશજીનાં મંદિરથી ૬ કિમી દુર આવેલ છે અહીં જવા માટે રીક્ષા-છકડાનો સહારો લેવો પડે છે.
હનુમાનદાંડી સકિર્તન મંદિર ટ્રસ્ટ દ્વારા બેટ દર્શન તથા હનુમાન દાંડી દર્શન યાત્રિકોને જવા માટે ટ્રાવેલ્સ બે તુફાન ગાડી તથા પાસ ઓટો રીક્ષાનો ટોકન રેટથી શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. એક પેસેન્જરનો આવવા જવાનો ટીકીટ દર ા.૧૦ રાખેલ છે. આ પ્રસંગે જગદીશભાઈ શાસ્ત્રીનાં હસ્તે દિપ પ્રાગટય કરી આ સેવાનો શુભારંભ મંદિર ચોક ખાતેથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાસ્ત્રીજીએ હનુમાન દાંડી મંદિર ટ્રસ્ટીઓ હેમુભા વાઢેર, દિનેશભાઈ બદિયાણી, રમેશભાઈ મજીઠીયા તથા પ્રમોદભાઈ ભટ્ટને ઉપરણા ઓઢાડી સન્માન કરાયું હતું. અહીં હનુમાન દાંડી મહંત બ્રહ્માનંદજી મહારાજે આ મંદિરનો ઈતિહાસ વર્ણવ્યો હતો અને ટ્રસ્ટીઓએ સર્વે યાત્રિકો અને પ્રવાસીઓને આ સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.