સાવરકુંડલા ખાતે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલીત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે દર્દીઓને નિ:શુલ્ક નિદાન કરી ને નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે અમરેલી જિલ્લાની એકમાત્ર નીશુલ્ક હોસ્પિટલને પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે આ હોસ્પિટલમાં ૭ લાખથી પણ વધું દર્દીઓએ લાભ લિધો છે આ હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટર, પેથોલોજી લેબ, પીડિયાટ્રિક વિભાગ, ગાયનેક વિભાગ, મેડિસિન વિભાગ સર્જરી વિભાગ, ડેન્ટલ વિભાગ, ફિઝિયોથેરાપી, નેચરોપેથી સહિત વિભાગો કાર્યરત છે આ ઉપરાંત અહીંયા આવતા દર્દીઓને અને તેની સાથે એક વ્યક્તિને નિ:શુલ્ક ભોજન પ્રસાદ ની વ્યવસ્થા પણ છે અને આ હોસ્પિટલમાં આવીજ રીતે લોકો સાથ સહકાર આપે તેવી અપેક્ષા સાથે ટ્રસ્ટી શ્રી ભરતભાઇ જોષી એ તમામ સહયોગી દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
તા.૨૮/૧૨/૨૦૧૯ના રોજ સ્પેશિયાલિસ્ટ વિંગ યુરો સર્જરી (મૂત્ર માર્ગ અને કિડની)ને લગતા તમામ રોગના ઓપરેશન તથા સારવારનો મંગલ પ્રારંભ દાતા પરિવાર મનુભાઈ જીયાણી તથા એમના ભાઇ અને પિતા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલના તમામ સ્ટાફ અને ડો.ઓની ઉપસ્થિતિ રહી હતી તેમજ ડો.મનીષ વલાણીયા (જનરલ સર્જન) પાસે જરૂરી તપાસ કરાવીને દર્દીઓને ડો.ગિરિરાજસિંહ વાળા (યુરોલોજી) પાસે તપાસ કરાવી ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમ મેડિકલ ઓફિસર દીપકભાઈ કાવઠીયા એ જણાવ્યુ હતુ.