60 લોકોની સીટીંગ વ્યવસ્થા સાથે શ્રેષ્ઠ સર્વિસ પૂરી પાડવામાં આવશે
રાજકોટની સ્વાદ શોખીન જનતાને કેકેબીકન હોટેલ દ્વારા ગુજરાતી થાળીની ભેટ આપવામાં આવી છે. છેલ્લા 22 વર્ષથી રાજકોટની જનતાને હોસ્પિટાલીટીની સેવાઓ પૂરી પાડતી હોટેલ કેકે દ્વારા ઓથેન્ટીક ગુજરાતી થાળીનું શુભારંભ કરાયું છે. સ્વાદ શોખીનોને બપોરના સમયમાં ઉત્તમ ગુણવત્તાવાળું ભોજન પીરસવા કેકે હોટેલ દ્વારા ગુજરાતી થાળી શરૂ કરાઇ છે.
રોજેરોજ અલગ-અલગ આઇટમ પીરસવામાં આવશે. સરપ્રાઇઝ આઇટમમાં કેકે હોટલ દ્વારા નવી વેરાયટી સ્વાદ શોખીનોને અપાશે. શ્રેષ્ઠ ગુણવત્તાવાળા સ્ટાફ દ્વારા મીઠા આવકારા સાથે સર્વિસ પૂરી પાડવામાં આવશે. લોકોને બપોરના સમયે મહેમાનને સ્વાદિષ્ટ અને ગુણવત્તાવાળું ભોજન હવે કેકે હોટલમાં મળી રહેશે. રસોઇમાં રાજસ્થાનથી સેફ લાવવામાં આવ્યા છે. લોકોને ગુજરાતી થાળીનો સ્વાદ એકદમ ગુણવત્તાથી ભરપૂરથી મળે તે માટેની તમામ તકેદારીઓ રસોડામાં સેફ દ્વારા લેવામાં આવી રહી છે. કુંડલીયા પરિવાર દ્વારા રાજકોટની સ્વાદ શોખીન જનતાને આ ભેટ આપવામાં આવી છે.
કેકેબીકન હોટેલના માલિકે ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં સ્વાદ શોખીનો માટે ઘણા સમયથી અમે બપોરના સમયે ઉચ્ચ ગુણવત્તાવાળું ભોજન આપવાની વિચારણાં કરી રહ્યા હતા ત્યારે અમે હોટેલ ખાતેથી ઓથેન્ટીક ગુજરાતી થાળીની શરૂઆત કરવાનું નક્કી કર્યું. રાજકોટમાં આવતા મહેમાનોને પણ હવે બપોરના સમયે સ્વાદિષ્ટ અને ગુણવત્તાવાળું ભોજન મળશે. સ્ટાફ પણ વેલ ટ્રેઇન છે. બેઠક વ્યવસ્થાની સ્વચ્છતા સાથેની ગોઠવણી કરવામાં આવી છે. 60 લોકો આરામથી પારાવારિક માહોલ સાથે ભોજન માણી શકશે. રોજેરોજની અલગ-અલગ આઇટમ પીરસાશે.