વોર્ડ નં.૦૨માં બજરંગવાડી વિસ્તારમાં બજરંગવાડી સર્કલને લાગુ નવનિર્મિત થીમ પાર્ક (બગીચા)નું લોકાર્પણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમેન વિજયાબેન વાછાણી તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર સોફીયાબેન દલના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.

eye

આ લેન્ડ સ્કેપ ગાર્ડનમાં પેરીફેરીમાં સમગ્ર ગાર્ડનમાં લોકો પોતાના સ્વાસ્થ્યની જાળવણી અને ફરવાના ઉપયોગમાં લઇ શકે ટે માટે અંદાજી ૪૫૦.૦૦ રનીંગ મીટરમાં વોક  વે તેમજ અંદાજી ૫૭૩૦ ચો.મી માં રેટિંગ પોઈન્ટ (લોન પ્લોટ તથા લેન્ડ સ્કેપ) અને અંદાજી ૨૦૮૦ ચો.મી માં ફલાવરીંગ બેડ તથા હર્બલ પ્લાન્ટસ આવેલ છે. સાથો સાથ સંલગ્ન ગાર્ડનમાં અંદાજી ૫૪૦ ચો.મી વિસ્તારમાં બાળકો વિગેરેના આનંદ પ્રમોદ માટે અદ્યતન બાલક્રિડાંગણના સાધનો મુકેલ છે. તેમજ લોકોના સું-સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે અંદાજી ૩૦૦ ચો.મી વિસ્તારમાં ફીઝીકલ ફીટનેશના સાધનો મુકવામાં આવેલ છે. તેમજ અંદાજી ૩૪૫૦ ચો.મી રસ્તાઓના વિસ્તારમાં અલગ અલગ અંતરે બેઠક માટે બેન્ચીઝ મુકવામાં આવેલ છે. તે પૈકીમાંથી મલ્ટી એક્ટીવીટી પ્લે- સિસ્ટમ અને બેન્ચીઝ માન.ધારાસભ્ય  રાજકોટ (૬૯), શ્રી વિજયભાઈ રૂપાણીની વર્ષ ૨૦૯-૨૦૨૦નિ ગ્રાન્ટમાંથી મુકવામાં આવેલ છે. અંદાજી ૪૨૬ ચો.મી વિસ્તારમાં પ્રિ-કાસ્ટ કોર તથા ગાર્ડન સ્ટોર રૂમ આવેલ છે. બગીચાનો કુલ અંદાજી વિસ્તાર ૧૨૫૨૬.૦૦ ચો.મી છે.

London Eye

આ ગાર્ડનમાં અદ્યતન લેન્ડ સ્કેપ, રેસ્ટીંગ પોઈન્ટ, પેરીફેરી વોક-વે, ફોલીએજ પ્લાન્ટસ, હર્બલ પ્લાન્ટસ તેમજ સદાહરિત વૃક્ષો વિગેરેનું વાવેતર કરાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.