હોસ્પિટલમાંથી ડર્મેટોલોજી -કોસ્મેટોલોજી અને ડેન્ટલ સારવાર નજીવા દરે મળી શકશે
રાજકોટ મેડિકલનું હબ બની રહ્યું છે. ત્યારે કયાંકને કયાંક મધ્યમ વર્ગમાં લોકો માટેની મેડિકલ સુવિધાઓ એ મોટો પ્રશ્ર્ન બની રહ્યો છે. પરંતુ રાજકોટમાં એવી હોસ્પિટલ પણ છે કે જે મધ્યમ વર્ગ માટે લાભદાયી છે.તો તેવી જ એક શ્રધ્ધા હોસ્પિટલનું રવિવારના રોજ ઉદઘાટન કરવામા આવ્યું હતુ શ્રધ્ધા હોસ્પિટલના ડો. ચેતન લાલસેતાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, શ્રધ્ધા હોસ્પિટલમાં ત્રણ વિભાગો કાર્યરત છે.સ્ક્રીન અને કોસ્મેટોલોજી ડિપાર્ટમેન્ટ, હોમીયોપેથી ડિપાર્ટમેન્ટ, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ છેલ્લા ૧૬ વર્ષથી રાજકોટ ખાતે શ્રધ્ધા હોસ્પિટલ ઈન્દીરા સર્કલ ખાતે કાર્યરત હતી જ. હવે ગીરીરાજ હોસ્પિટલ, મેઈન રોડ ખાતે શરૂ કરેલ છે. હવે આ નવી હોસ્પિટલમાં નવી ટેકનોલોજી સાથે રીંગનું નિદાન કરવામા આવશે કોસ્મેટીક સારવારમાં દરેક પ્રકારની સારવાર હેર ટ્રાન્સપ્લાન્ટ દાંતમાં પણ અધતન વિભાગ છે. જેમાં ઈનપ્લાન્ટસ, ઓથોડેન્ટીક ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. ખાસ તો લોકોને વ્યાજબી દરે સારી સારવાર મળી રહે તેવા શ્રધ્ધા હોસ્પિટલનાં પ્રયાસો છે.