વર્તમાન યુગમાં ઓવર ધ ટોપ એટલેકે ઓટીટી પ્લેટફોર્મનો જમાનો છે. ઈન્ટરનેટના માધ્યમથી યુટ્યુબ, ટવીટર, ફેસબુક, નેટફ્લીક્સ, અમેઝોન વગેરે અનેક ઓટીટી પ્લેટફોર્મ કરોડો લોકોને સમાચાર, માહિતી, મનોરંજન સહિતનું વિવિધ પ્રકારનું ક્ધટેન્ટ પીરસે છે. આ સ્થિતિમાં દેશનું સર્વપ્રથમ હાઈબ્રીડ ઓટીટી પ્લેટફોર્મ ઓટોટીઇન્ડિયા.ટીવી શરુ થયું છે જે ભારત સરકારના સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનીશીએટીવથી પ્રેરિત છે. રગરગમાં હિન્દુસ્તાન ટેગ લાઈન અને રાષ્ટ્રહિત સર્વોપરી થીમને લઈને શરુ થયેલા આ પ્લેટફોર્મ દ્વારા 34 ટીવી ચેનલો થકી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં દેશના ખૂણે ખૂણામાં સકારાત્મક ક્ધટેન્ટ પહોંચાડવાનો પ્રયાસ કરવમાં આવશે.
શ્રીમ ડીજીટલ મીડિયા પ્રોડક્શન પ્રા.લિ. દ્વારા શરુ કરાયેલા ઓટીટીઇન્ડિયા.ટીવી ના સીઈઓ અને ફાઉન્ડર ડાઈરેક્ટર વિવેક ભટ્ટે અબતક મીડિયા હાઉસની ખાસ મુલાકાત લઈને વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, એમના આ પ્લેટફોર્મ દ્વારા ગ્રામીણ વિકાસ, મહિના સશક્તિકરણ અને યુવાનોના કૌશલ્યને નવું પરિમાણ આપવાનો પુરતો પ્રયાસ કરવામાં આવશે. વિવેક ભટ્ટે વધુમાં જણાવ્યું કે, આત્યાધુનિક 4કે ટેકનોલોજીથી આકર્ષક અને અનન્ય સકારાત્મક ક્ધટેન્ટ બનાવીએ છીએ. એવું ક્ધટેન્ટ લોકો જોવા ઈચ્છે તો પણ જોવા નથી મળતું. જેમકે ભારતની આન-બાન-શાન સમાન ડીફેન્સ ફોર્સ અને એમના પરિવારજનો માટે ડીફેન્સ ટીવી, સ્ટાર્ટ-અપના પ્રોત્સાહન માટે સ્ટાર્ટ-અપ ટીવી, ગામો અને શહેરોમાં નાના વ્યવસાયો અને એમએસએમઈ ક્ષેત્ર માટે માર્કેટ ટીવી, વિદેશમાં વસતા પ્રવાસી ભારતીયો માટે એનઆરઆઈ ટીવી, કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ, વિદેશી ભારતીયોને ભારત અને સરકાર સાથે જોડવા માટે પબ્લિક સર્વિસ ટીવી, કારકિર્દી માર્ગદર્શન માટે કેરિયર ટીવી, આરોગ્ય ક્ષેત્રે જાગૃતિ માટે હેલ્થ ટીવી, ભારતનું પર્યટન, કુદરતી સૌન્દર્ય અને જીવ સૃષ્ટિને વૈશ્વિક સ્તરે પહોચાડવા ભારતનું પેલું પૂર્ણ સ્વદેશી નેચર ટીવી જેવી 34 ટીવી ચેનલો લોકો જોઈ શકશે.
વિવેક ભટ્ટે વધુમાં જણાવ્યું કે, આ પ્લેટફોર્મ દ્વારા દેશના નાના શહેરો અને ગામડાઓમાં માર્કેટિંગ અને વેપાર સબંધિત સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરાશે. ઓનલાઈન પ્રમોશન અને વ્યવસાય કરવા માટે પ્લેટફોર્મ મળશે. વૈશ્વિક સ્તરે વિકસિત જીઓ ટાર્ગેટેડ, યુઝર એન્ગેજમેન્ટ, યુઝર એક્સપીરીયન્સ અને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના માધ્યમથી ઓટીટીઇન્ડિયા.ટીવી દેશના ખૂણે ખૂણામાં ક્ધટેન્ટ પહોચાડવાનું કામ કરી રહ્યું છે.
હાલમાં આ પ્લેટફોર્મની ઓફીસ દિલ્હી, મુંબઈ, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ફરીદાબાદ, જમ્મુ, હરિદ્વાર, જયપુર,ઉદયપુર, ભોપાલ અને અમેરિકામાં ન્યુજર્સી ખાતે કાર્યરત છે.
ઓટીટી ઇન્ડિયા.ટીવીથી મળતા ફાયદા આ મુજબ છે
- સ્ટાર્ટ-અપ્સ, આત્મનિર્ભર, મજબુત ભારત માટે પ્રોત્સાહન
- ડીજીટલ ભારત માટે પ્રોત્સાહન
- નાના શહેરો અને ગામડાઓમાં ઓનલાઈન વ્યવસાયની તાલીમ અને પ્રોત્સાહન
- ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, સભ્યતા અને રાષ્ટ્રહિતની સર્વોપરી ભાવનાનો પ્રચાર-પ્રસાર
- સાચી અને સંપૂર્ણ માહિતી લોકો સુધી પહોચાડવી
- એક સંપૂર્ણ પારિવારિક પ્લેટફોર્મ જેનું ક્ધટેન્ટ પરિવાર સાથે બેસીને જોઈ શકાય