પ્રથમ દિવસે જ પરંપરાગત વસ્ત્રોમાં સજજ થયેલા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા: ૧૫મી સુધી વિવિધ કાર્યક્રમોથી મેળો ધમધમશે
તરણેતરના મેળામાં આવતા લોકોની તેમના પહેરવેશ ઉપરી જ્ઞાતિ ઓળખાઈ જાય છે, એમના એક આગવા પોશાકમાં પાઘડીઓ, સાફા, ચોરણીઓ, ઘરેણાઓ કી મેળામાં પણ વિવિધતા જોવા મળે છે. આ વિસ્તારમાં તળપદા કોળી જ્ઞાતિ પાંચાળ વિસ્તારમાં સ્રિ થયેલી છે. આ મેળાની વિશેષતા ઘણી બધી છે. પણ સૌથી વધારે જો આ મેળાની અંદર કોઈ મહત્વનું પાસુ હોય તો આ મેળાની રાવટીઓ છે.
તરણેતર મેળામાં મંત્રીના હસ્તે ગ્રામીણ રમોત્સવ તેમજ માહિતી ખાતા દ્વારા ગુજરાતની વિકાસગાા અને લોકકલા-સંસ્કૃતિની ઝાંખી કરાવતુ સુંદર તસ્વીરી પ્રદર્શન ઉપરાંત અન્ય પ્રદર્શન સ્ટોલોનું ઉદ્ઘાટન કરવામાં આવશે તા રાત્રે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાવટીના કલાકારો ભજન-સંધ્યા યોજાશે. તા.૧૩ મી સ્પટે.ના રોજ સવારે ૧૦:રપ કલાકે પાળીયાદના પૂ.વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી પ.પૂ.નિર્મળાબા ઉનડબાપુની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ અને શિવપૂજન થશે.
રાત્રે ૯:૩૦ કલાકે પંચાયતના સ્ટેજ ઉપર સુરેન્દ્રનગર માહિતી કચેરી આયોજીત લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે. તા.૧૪ મી સપ્ટે.ના રોજ સાંજે પ કલાકે ગંગા અવતરણ આરતી થશે અને મેળાના મેદાનમાં માટલા દોડ, રસ્સા ખેંચ, સ્લો સાયકલીંગ, પરંપરાગત રાસ અને હુડા જેવા કાર્યક્રમો યોજાશે. જયારે બપોરે રાસ-ગરબા, દોરડા, છત્રી હરીફાઈ, પાવા હરીફાઈ જેવા કાર્યક્રમ યોજાશે અને રાત્રે લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે. તા.૧૪ મી સપ્ટે.ના રોજ સવારે ૧૧ કલાકે રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્તિ રહેશે અને ગ્રામીણ રમતોત્સવની મુલાકાત લઈ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઈનામ વિતરણ કરશે. આ પ્રસંગે સાંસદ દેવજીભાઈ ફતેપરા તા ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.