વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય નિર્માણ કરવા આયોજન હાથ ધરાયુ
રાજકોટ જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય નિર્માણ કરવા આયોજન હાથ ધરાયુ હતું.જિલ્લાની 15 શાળાઓમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનાનો પ્રારંભ કરાયો હતો.
રાજયની સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ ચાલતી સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાની પંદર જેટલી શાળાઓમાં આ યોજના શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ આપવા માટે ડ્રીલ ઈન્સ્ટ્રક્ટર નિયુક્ત, પ્રતિકારનું પ્રશિક્ષણ અપાશે. રાજકોટ ગ્રામ્ય જિલ્લા સ્તરની સુરક્ષા સેતુ સોસાયટીની બેઠક પોલીસ અધિક્ષકની કચેરીમાં યોજાયેલી હતી. જેમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સ્ટુડન્ટ પોલીસ ક્રેડેટ યોજના શું છે તે અંગેની માહિતી આપતા જણાવ્યું કે, ધો. 8 અને 9 ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યે આદર, શિસ્ત, સામાજિક અનિષ્ઠો સામે પ્રતિકાર, સારા ચારિત્ર્યનું નિર્માણ, તેમજ બાળકોમાં રહેલા જન્મજાત ગૂણો તથા સામર્થ્યને શોધી તેનો વિકાસ કરવામાં મદદરૂપ બનશે.
તેમજ બાળકોમાં પોલીસ નેતાગીરીના ગુણો પણ ખીલશે. તેમણે ઉમેર્યું કે રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એક શાળાની પસંદગી કરવામાં આવી છે જેમાં 22 વિદ્યાર્થીઓ અને 22 વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી છે. પસંદગી થયેલી શાળાઓ અને વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ અને નિયમીતતા જણાવવા માટે ડ્રિલ ઈન્સ્ટ્રકટરની નિમણૂંક પણ કરવામાં આવી હતી. જિલ્લામાં આ પ્રોજેકટ કાર્યાન્વિત કરતા જિલ્લામાં શાળાએ જતા બાળકોમાં વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય નિર્માણ થશે.