12,000 ચોરસ ફુટમાં પથરાયેલા ‘સેરા’ સ્ટુડિયોમાં ટાઇલ્સ તથા સેનેટરી વેરનો વિશાળ ખજાનો ઉપલબ્ધ
ભારતમાં પ્રીમીયર બાથરૂમ સોલ્યુશન્સ પ્રદાતા સેરા એ તાજેતરમાં મોરબીમાં સ્થિત સેરા સ્ટાઇલ સ્ટુડીયો તરીકે ઓળખાતા તેના કંપની ડિસ્પ્લે સ્ટુડીયોનું ઉદ્ધાટન કર્યુ છે. મોરબી ભારતના સિરામીક હબ તરીકે જાણીતું છે જે તેને આ સાહસ માટે નોંધપાત્ર સ્થાન બનાવે છે.1ર,000 ચોરસ ફુટના વિસ્તરણ વિસ્તારમાં ફેલાયેલ સેરા સ્ટાઇલ સ્ટુડિયો સેનેીટરીવેર ઉત્પાદનોના પ્રદર્શન સાથે સેરા ટાઇલ્સના સઁપૂર્ણ શ્રેણીને પ્રદર્શિત કરવા માટે સૌથી મોટા પ્લેટ ફોર્મ તરીકે સેવા આપે છે.
મોરબીમાં સેરા સ્ટાઇલ સ્ટુડીયોનું ઉદઘાટન દિપશીખા ખેતાન જોઇન્ટ મેનેજીંગ ડિરેકટર દ્વારા ચેનલ પાર્ટનર્સ ગ્રાહકો અને બીઝનેસ એસોસીએટસ સહીત મોટી સંખ્યામાં મહેમાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
સેરા સેનિટરીવેર લીમીટેડ એસેનિટરીવેર, નળ, ટાઇલ્સ, વેલનેસ અને કિચન સિંક જેવા હોમ સોલ્યુશન્સ ઉત્પાદનોમાં અગ્રણી અને સંશોધક છે. જયારે સેનીટરીવેરએ સેરાની વિશેષતા છે તે તાજેતરમાં વર્ષોમાં નળ અને ટાઇલ્સમાં પણ અગ્રેસર તરીકે સ્થાપિત થઇ છે. ત્યારે સેરા સ્ટાઇલ સ્ટુડીયો વિશે વિગતવાર માહીતી આપવા પાર્થભાઇ પટેલ અને પુનીતભાઇ પટેલ એ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. ત્યારે મોરબીની જો વાત કરવામાં આવે તો મોરબી એ ટેકસટાઈલ માટેનું હબ ગણવામાં આવે છે. મોરબીમાં જ 1000થી વધારે નાની-મોટી ટેકસટાઈલની ઈન્ડસ્ટ્રીઝ આવેલ છે ત્યારે મોરબીમાં સૌપ્રથમ વખત સેરા કંપની દ્વારા સેનેટરી વેર અને ટાઈલ્સ માટેનો વિશાળ ખજાના સાથેનો સ્ટુડિયો તાજેતરમાં શરૂ કરવામાં આવ્યો છે.
અમે ગ્રાહકોને બેસ્ટ કવોલીટી,બેસ્ટ પ્રોડકટ આપવા કટીબઘ્ધ
‘અબતક’ ની મુલાકાતે આવેલા મોરબી સેરા કંપનીના સેલ્સ મેનેજર પુનીતભાઇ પટેલએ જણાવ્યું હતું કે, મોરબી સિરામીકનું હબ ગણવામાં આવે છે. મોરબીમાં પ્રથમ એવો સેરા કંપનીએ સેરા સ્ટાઇલ સ્ટુડિયોને ર8 ઓગષ્ટે લોન્ચ કરેલ. 12000 ચોરસ ફુટમાં પથરાયેલા વિશાળ સેરા સ્ટાઇલ સ્ટુડિયોમાં 800 થી વધુ ટાઇલ્સની અવનવી યુનિક ડિઝાઇન, તથા 60 થી વધુ સેનેટરી વેરની પ્રોડકટને ડિસ્પ્લે માં રાખવામાં આવી છે. જયા આર્કિટેકચર ઇન્ટીરીયર ડિઝાઇનર બાયર્સ, તમામને જોઇતી તમામ પ્રકારની ટાઇલ્સ તથા સેનેટરી વેરની પ્રોડકટ મળી રહેશે. અમે કવોલીટીમાં કયારેય બાંધછોડ કરતા નથી. અમે તમામ પ્રોડકટસ કવોલીટી નોમ્સ મુજબ બનાવીએ છીએ. તથા આઇ.એસ. સ્ટાર્ડટસ મુજબ ગ્રાહકોને જ બનાવીને છીએ. બેસ્ટ પ્રોડકટ સાથે બેસ્ટ કવોલીટી આપીએ છીએ અમારો આ સ્ટુડીયો ત્રાજપર ચોકડી પાસે લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ છે.
‘સેરા’ સ્ટુડિયો નવીનતા, શ્રેષ્ઠતા ગ્રાહકોના સંતોષ પ્રત્યેના સમર્પણનું પ્રતિબિંબ
મોરબીમાં નવો સેરા સ્ટાઇલ સ્ટુડિયો આર્કિટેકટસ ચેનલ પાર્ટનર અને ગ્રાહકો માટે અનેક વિશ્ર્વ ડિઝાઇનના યુનિક સેનેટરી વેર તથા ટાઇલસનો વિશાળ ખજાનો લાવેલ છે. આ શો રૂમ માત્ર એક જગ્યા જ નથી પરંતુ શ્રેષ્ઠતા, નવીનતા અને ગ્રાહકોના સંતોષ પ્રત્યેના સમર્પણનું પ્રતિબીમ છે. આ શો રૂમમાં 800 થી વધુ ટ્રાઇલ્સની ડિઝાઇન જોવા મળશે. તથા સેનેટરી વેરમાં 60 થી વધુ પ્રોડકટ ડિસ્પ્લે માટે રાખવામાં આવી છે.