ગોંડલ રોડ ખાતે શ્રીનાથજી સ્કોડા દ્વારા બ્રાન્ડ ન્યુ સ્કોડા કુશાક કાર લોન્ચ ઇવેન્ટ યોજાઇ હતી ત્યારે શ્રીનાથજી સ્કોડા ના તમામ પરિવારજનો ખુબ ઉત્સાહી જોવા મળ્યા હતા! આર ડી ગ્રુપ ઓફ ઇવેન્ટસ દ્વારા આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાઈવ મ્યુઝિક થકી લોકોને મનોરંજન કરાવ્યું હતું. ન્યુ સ્કોડા કુશાક કાર લોન્ચીંગ ઈવેન્ટમાં અનેક જાણીકા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બ્રાન્ડ ન્યુ સ્કોડા કુશાક આગળ જતાં સ્કોડાની માર્કેટ વધારશે: પ્રીયાંશી પાબારી
શ્રીનાથજી સ્કોડા ના ડિરેક્ટર પ્રિયાંશી પાબરી અબતક સાથેની વિશેષ વાતચીતમાં દરમિયાન જણાવે છે કે તેઓ આ ફિલ્ડમાં છ મહિનાથી જ છે ત્યારે કાર લોન્ચ એક પ્રસંગ સમાન કહી શકાય. ત્યારે ઘણી વખત ડિરેક્ટર નામ પડે ત્યારે લોકોના મનમાં કોઈ પુરુષ આ સ્થાન પર હોય એવો જ વિચાર આવે છે પણ જો મારી ફેમિલી ની વાત કરું તો તેઓ ખૂબ જ સહાયક છે મારા ફાધર નો સપોર્ટ પણ ખૂબ જ રહ્યો છે ત્યારે હું ધન્યતા અનુભવું છું કે મારો પરિવાર મને આ અંગે ખૂબ જ મોટીવેટ કરે છે. “કુશક” કાર લોન્ચ ની તો ઘણા સમય થી કસ્ટમર, ડીલર્સ અને સ્કોડા પોતે હરખભેર રાહ જોઈ રહ્યું હતું ત્યારે આજે એ દિવસ આવ્યો છે તો તમામ સ્કોડાનો પરિવાર ખૂશ – ખુશાલ છે આ 6 મહિના ના ગાળા માં આ મારો પ્રથમ મોટો પ્રસંગ કહી શકું અને કુશાક આગળ જતાં સ્કોડા ની માર્કેટ વધારશે એની ગેરંટી છે!
પેહલી વખત એસયુવીમાં ટી એસ આઈ એન્જીન ફીટ કરાયુેં: અદિત પીપલવા
શ્રીનાથજી સ્કોડા ના મેનેજિંગ ડિરેક્ટર અદિત પીપલવા અબતક સાથેની વિશેષ વાતચીત દરમ્યાન જણાવે છે કે સ્કોડા કુશાક કાર લોન્ચ થઈ છે ત્યારે ઉત્સાહ તો હોય જ છે સાથે એક મેનેજિંગ ડિરેક્ટર ની જગ્યા એ ઘણી જવાબદારી પણ આવતી હોય છે કારણ કે માર્કેટ મા કુશાક ની રાહ લોકો આતુરતા થી જોઈ રહ્યા હતા ત્યારે બુકિંગ પણ વેઈટીંગમાં આવશે આ બધાનું મેનેજમેન્ટ કરવાનું હોય છે ! સ્કોડા કાર એની બિલ્ટ કવોલિટી માટે જ પ્રસિદ્ધ છે ત્યારે કુશાકની વાત કરીએ તો એમાં જર્મન સેફ્ટી, ક્રિસ્ટલ કલીયાર લાઈટિંગ ઉપરાંત પેહલી વખત એસયુંવિ માં ટી એસ આઈ એનજીન ફીટ કરવામાં આવ્યું છે!