- કાર્યક્રમ અંતર્ગત ‘લર્નીંગ હોમ ઈન્સીડેન્ટસ’ પુસ્તકનું વિમોચન
- કંપની દ્વારા સુરક્ષા અને સલામતી પહેરેદારોનું સન્માન કરાયું
અદાણી ટોટલ ગેસ કંપનીએ ફરી એકવાર સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા બિઝનેસની ખ્યાતિ જાળવી રાખી છે. ATGL દ્વારા અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમ સમર્થનમાં સેફ્ટીને પ્રાધાન્ય આપતા એસોસિએટ્સને નવાજવામાં આવ્યા. આ પ્રસંગે કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર પ્રણવ અદાણી અને સીઈઓ સુરેશ પી. મંગલાણીએ ATGLનું સેફ્ટી એન્થમ લોન્ચ કર્યું હતું. આ કાર્યક્રમમાં દુર્ઘટનાઓમાંથી બોધપાઠ શીખવતા પુસ્તકલર્નીંગ ફ્રોમ ઈન્સીડેન્ટ્સનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
આ સેફ્ટી કાર્યક્રમનો હેતુ સલામતીનું મહત્વ વધુને વધુ લોકો સુધી પહોંચાડી તેને વાસ્તવિકતામાં અમલમાં લાવવાનો હતો. કંપની દ્વારા એ તમામ પાર્ટનર્સનું બહુમાન કરવામાં આવ્યું જેમણે આરોગ્ય, સલામતી અને પર્યાવરણ (ઇંજઊ) અંગેનાનિર્ધારિત પરિમાણોનું પાલન કર્યુ હતું.બિઝનેસ પાર્ટનર્સને સલામતી માર્ગદર્શિકાઓનું પાલન કરાવવા માટેની આ એક મોટી પહેલ છે.
ટ્રાફિક સિગ્નલની જેમ સલામતી ધોરણોત્રણ વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. વિજેતાઓને ગ્રીન, યેલો અને રેડ એમ ત્રણેય રંગની કેટગરીઝ બનાવી નવાજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ATGLના ડાયરેક્ટર પ્રણવ અદાણીએ વિજેતાઓને અભિનંદન પાઠવી સુરક્ષાને અગ્રિમ પ્રાથમિકતા આપી તેના ધોરણોમાં કોઈ બાંધછોડ ન કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.કાર્યક્રમમાં ગુજરાતભરના બિઝનેસ પાર્ટનર્સ સહિત કંપનીના ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન કરતા વાઈસ પ્રેસિડેન્ટ પ્રણવ ઘોષે વિજેતાઓને તેમનું પ્રદર્શન જાળવી રાખીઆગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું.
ATGL ગ્રાહકોને ઇંધણથી થતી દુર્ઘટનાઓથી બચવા અને તેમને શિક્ષિત કરવા હંમેશા કાર્યરત છે. કંપની દ્વારા પર્યાવરણને નુકશાન કરતા વાયુ પ્રદૂષણને દૂર કરવા અમદાવાદ, ફરીદાબાદ, ખુરજા અને વડોદરા, જેવા શહેરોમાં શરૂઆત કરવામાં આવી છે. આપના ઘર સુધી પહોંચતા કુદરતી ગેસની સુરક્ષિત અને વિશ્વસનીય ડિલિવરી સુનિશ્ચિત કરવા પાઇપલાઇન સિસ્ટમનું સતત નિરીક્ષણ કરાતુ રહે છે. એટલું જ નહી, સુરક્ષા અંગે લોકોજાગૃતિ કેળવાય તે હેતુથી અવારનવાર રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ, ફાયર સર્વિસ વીક, માર્ગ સલામતી સપ્તાહ, મોક ડ્રીલ જેવા કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે.