ઘોઘા-હજીરા વચ્ચે રો-પેકસ ફેરી સર્વિસના પ્રારંભથી સૌરાષ્ટ્રનો દક્ષિણ ગુજરાત સાથે નો વ્યવહાર વધુ મજબૂત બનશે

વડાપ્રધાન મોદી સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો રો ફરી સેવાનો કરાવશે પ્રારંભ

કહેવત છે ને કે, ‘લંકાની લાડી અને ઘોઘાનો વર’. આ કટાક્ષરૂપી કહેવત ગુજરાતના ડ્રીમ પ્રોજેકટ એવા રોરો ફરી સર્વિસ પર બિલકુલ યથાર્થ કરે છે. વર્ષ ૨૦૧૭માં ભાવનગરના ઘોઘાથી દહેજ વચ્ચે શરૂ કરાયેલી આ સર્વિસના વિસ્તરણ રૂપે હવે, આગામી ૮મી નવેમ્બરે સુરતના હજીરાથી ઘોઘા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શરૂઆત કરાવવાના છે. આ સેવાથી સૌરાષ્ટ્રના ગામડાઓ માંડી મોટા જિલ્લાઓને સુરત સાથે વધુ મજબૂતાઇથી જોડી શકાશે. સૌરાષ્ટ્રનો દક્ષિણ ગુજરાત સાથેનો આંતરીય વ્યવહાર વધુ મજબૂત બનશે.

ઉલ્લેખનીય છે કે, સૌ પ્રથમ આ રો-રો ફેરી સેવા વર્ષ ૨૦૧૭માં ભાવનગરના ઘોઘાથી દહેજ સુધી શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે, ઘોઘાથી સુરતના હજીરા સુધીની આ સેવા શરૂ થતાં સૌરાષ્ટ્રના વિસ્તારોને મોટો ફાયદો થશે. મુસાફરોથી માંડી મસમોટા વાહનો અને માલ-સમાનની ઝડપી હેરાફેરીને મોકળો માર્ગ મળશે. અમરેલી, જૂનાગઢ, પોરબંદર જેવા જીલ્લાઓદ દ્વારા થતાં આંતરિક વ્યવહારને ઝડપી ગતિની સાથે સાથે સરળતા પણ મળશે. જહાજની ક્ષમતા ૩૦ ટ્રક, ૧૦ પેસેન્જર કાર અથવા ૫૦૦ પેસેન્જર પ્લસ ૩૪ શીપ કુ સમાવી લેવાની છે. જેનું ભાડું ૬૦૦થી માંડી રૂપિયા ૪૦૦૦ સુધીનું નકકી કરાયું છે.

આ નવા રૂટની રો-રો ફેરી સેવા શરૂ થવાની પેસેન્જર ઉપરાંત ટ્રક બસોને પણ ફાયદો થશે. જોકે આ માટેના ભાંડા રૂ.૭૫૦૦થી શરૂ કરી ૪૦૦૦ સુધીના છે. જે વધુ તો છે પરતુ ટ્રક અને બસોને ફાયદો પણ મળશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૮ નવેમ્બર, ૨૦૨૦ના રોજ સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે અને નવનિર્મિત રોરો ટર્મિનલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રના અંદાજે ૨૦ લાખ લોકો માટે આ રો-પેક્સ ફેરી સેવા પ્રધાનમંત્રી તરફથી દિવાળીની ભેટ સાબિત થશે એમ કેન્દ્રીય શીપીંગ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવીયાએ અમદાવાદ ખાતે મીડિયાના પ્રતિનિધીઓને સંબોધન કરતા જણાવ્યું હતું.

Screenshot 4

રો-પેક્સ ફેરી સેવાની જરુરીયાત વિષે જણાવતા મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે. જો કે પોતાના મૂળ વ્યવસાય ખેતી અને માદરે વતન સાથે તેઓ હંમેશા જોડાયેલા રહે છે. સારા-નરસા પ્રસંગોએ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ૧૦ થી ૧૨ કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાશરુ થયા બાદ આ મુસાફરી માત્ર ૪ કલાકની થઇ જશે. વળી, લોકો પોતાની સાથે મોટર સાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલા સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માંગી લેનારું હતું. એ જ રીતે, દક્ષિણ ગુજરાતના લોકો માટે આ સેવા સૌરાષ્ટ્રના દ્વારખોલી દેશે. તેમના માટે સોમનાથ મંદિર, સાસણગીર, ગીરનાર, દ્વારકા, શેત્રુંજય, જામનગરના ઇકો ટુરીઝમ કેરાજકોટનાવેપારી મથકો સુધી પહોચવું સુગમ બનશે.આમ આ સેવા સૌરાષ્ટ્ર અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

Screenshot 3

રો-પેક્સ સર્વિસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે. જે મુજબ વર્ષમાં અંદાજે ૫ લાખ મુસાફરો, ૮૦હજાર પેસેન્જર વાહનો, ૫૦ હજાર ટુ-વ્હીલર અને ૩૦ હજાર ટ્રકની અવરજવર શક્ય બનશે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ ૩૭૦ કિમી છે જે ઘટીને સમુદ્ર રસ્તે માત્ર ૯૦ કિમી જેટલું રહેશે. જેનેકારણે ઇંધણની મોટી બચત થશે. રો-પેક્સ ફેરી સેવાથી પ્રતિ દિવસ અંદાજે ૯૦૦૦ લીટર ઇંધણની બચત થશે. જેનાથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરી શકાશે. એક અંદાજ મુજબ, પ્રતિ દિવસ ૩ ટ્રીપ પ્રમાણે, પ્રતિ દિન ૨૪ એમટીકાર્બન ઉત્સર્જન ઓછું કરી શકાશે. રો-પેક્સ સેવાથી સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે અવરજવર સસ્તી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.