ઈન્ડિયા રિજનલ બિઝનેસ હેડ વેસ્ટ રાહુલ ગૌરે સહિતની ટીમ રહી ઉપસ્થિત
ભારતમાં નંબર વન યુરોપિયન બ્રાન્ડ રેનોએ અદ્યતન ખાસિયતો સાથે સંપૂર્ણપણે નવી કાઇગર એમવાય 22 પ્રસ્તુત કરી હતી , જેની પ્રારંભિક કિંમત રૂ . 5.84 લાખ છે . સ્પોર્ટી લૂક , સ્માર્ટ અને આકર્ષક ખાસિયતો સાથે કાઇગર ભારતને રેનોએ ટોચના પાંચ આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્થાન અપાવવા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
ફ્રાન્સ અને ભારતમાં ડિઝાઇન ટીમો વચ્ચે જોડાણના પરિણામે રેનો કાઇગરે ગ્રાહકો પાસેથી જબરદસ્ત પ્રતિસાદ મેળવવાનું ચાલુ રાખ્યું છે . આ વિશ્વમાં રજૂ થાય એ અગાઉ ભારતમાં પ્રથમ રજૂ થનારી ત્રીજી આંતરરાષ્ટ્રીય કાર છે . રેનો કાઇગર ઈખઋઅ + પ્લેટફોર્મ પર અદ્યતન ટેકનોલોજી ખાસિયતો લાવી છે , જે પર્ફોર્મન્સ અને કાર્યદક્ષતાના યોગ્ય સંતુલન સાથે મલ્ટિ – સેન્સ ડ્રાઇવિંગ મોડ્સ , શ્રેષ્ઠ જગ્યા , કેબિન સ્ટોરેજ અને કાર્ગો સ્પેસ જેવી ક્લાસમાં અગ્રણી ખાસિયતો ધરાવે છે .
આ બે એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે – એમટી અને ઇઝી – આર એએમટી ટ્રાન્સમિશન્સમાં 1.0 લિટર એનર્જી એન્જિન અને એમટી અને એક્સ – ટ્રોનિક સીવીટી ટ્રાન્સમિશન્સમાં 1.0 લિટર ટર્બો કાઇગર એમવાય 22 પીએમ 2.5 એડવાન્સ્ડ એટમોસ્ફીરિક ફિલ્ટર તમામ રેન્જમાં સ્ટાન્ડર્ડ ફીચર છે , જે કેબિનની અંદર હવાની સારી ગુણવત્તા સુનિશ્ચિત કરે છે . નવા ઇન્ટેરિઅર કલર હાર્મનીન્યૂ રેડ ફેડ ડેશબોર્ડ એસેન્ટ અને રેડ સ્ટિચિંગ સાથે વિલ્ટેડ એમ્બોસ સીટ અપહોલ્સ્ટરી ધરાવે છે , જે કારની સ્પોર્ટીનેસમાં વધારો કરે છે.
ડ્રાઇવિંગનો સંપૂર્ણ અનુભવ અને સુવિધા વધારતા વાયરલેસ સ્માર્ટફોન રેપ્લિકેશન અને ક્રૂઝ ક્ધટ્રોલ ફંક્શન્સ નવા કલર વિકલ્પો ઉમેરવામાં આવ્યાં છે -ડ્યુઅલ ટોનમાં મેટલ મસ્ટાર્ડ વિથ બ્લેક રુફ રેનો કાઇગર એમવાય 22 રેડ વ્હીલ કેપ્સ સાથે 40.64 સેમીના ડાયમન્ડ કટ એલોય વ્હીલ્સ સાથે ટર્બો રેન્જ ન્યૂ ટેઇલગેટ ક્રોમ ઇન્સર્ટ , ફ્રન્ટ સ્કિડ પ્લેટ , ટર્બો ડોર ડેકલ્સની ખાસિયત ધરાવશે , જે એક્ટેરિઅરને વધારે આકર્ષક અને સ્પોર્ટી બનાવે છે .ગયા વર્ષે રેનોની ભારતમાં 10 મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે પ્રસ્તુત થયેલી કાઇગર આરએક્સટી ( ઓ ) વેરિઅન્ટ એમટી એન્ડ એક્સ ટ્રોનિક સીવીટી ટ્રાન્સમિશનમાં અને આકર્ષક કિંમતે ઓફર થશે
રેનો કાઇગર ભારતીય બજારમાટે હાલની સલામતીની તમામ જરૂરિયાતો પૂરી કરે છે તથા એનાથી વિશેષ પેસેન્જર્સ અને રાહદારીઓની એમ બંનેની સલામતી વધારે છે . તાજેતરમાં રેનો કાઇગરને અગ્રણી ગ્લોબલ કાર એસેસ્ટમેન્ટ પ્રોગ્રામ ગ્લોબલ એનસીએપી દ્વારા એડલ્ટ ઓક્યુપન્ટ સેફ્ટી માટે 4 – સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે એવોર્ડ આપ્યો છે . ડ્રાઇવર અને ફ્રન્ટ પેસેન્જરની સલામતી માટે રેનો કાઇગર પ્રી – ટેન્શનર અને લોડ – લિમિટર ( ડ્રાઇવર ઓક્યુપન્ટ માટે ) સાથે સીટબેલ્ટ સાથે ચાર એરબેગ – ફ્રન્ટ અને સાઇડ સાથે સજ્જ છે .
આ ઇબીડી સાથે એબીએસ જેવી સલામતીની ખાસિયતોની રેન્જ પણ ધરાવે છે તેમજ રિઅર પાર્કિંગ સેન્સર્સ ધરાવે છે , જે રોડ પર ડ્રાઇવિંગ સમયે સલામતી સુનિશ્ચિત કરે છે . ઉપરાંત કાઇગર સેન્સિંગ ડોર અનલોક , સ્પીડ સેન્ડિંગ ડોર લોક , 60/40સ્પ્લ્ટિ રિઅર રો સીટ વિથ એડજસ્ટેબ્લ હેડરેસ્ટ અને ચાઇલ્ડ સીટ માટે આઇસોફિક્સ એન્કરેજ પણ ધરાવે છે.ઉપરાંત રેનો કાઇગર કોમ્પેક્ટ એસયવી સેગમેન્ટમાં જે ડી પાવર 2021 ઇન્ડિયા ઇનિશિયલ ક્વોલિટી સ્ટડી (આઇક્યુએસ) માં બીજો રેન્ક ધરાવતી હતી , જે રેનોની એના ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરના ટર્બોચાર્જ 1.0 લિટર પેટ્રોલ એન્જિન દ્વારા પાવર્ડ કાઇગર વધારે પર્ફોર્મન્સ અને સ્પોર્ટી ડ્રાઇવ ઓફર કરવાની સાથે સેગમેન્ટમાં શ્રેષ્ઠ 20.5 કિલોમીટર / લિટરની ઇંધણ કાર્યદક્ષતા ધરાવે છે . ભારતમાં વર્ષ 2021 ની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતાપૂર્વક પ્રસ્તુત થયા પછી રેનો ઇન્ડિયાએ કાઇગરની નિકાસ નેપાળ અને દક્ષિણ આફ્રિકામાં શરૂ કરી હતી , જ્યાં તેને લોંચ થયા પછી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે .