30 વર્ષથી વધુ વયના 3 કરોડથી વધુ નાગરિકોના આરોગ્ય સ્ક્રિનીંગ માટે

આગામી તા.18 થી 20 નવે. રાજયભરમાં ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાશે જેમાં અંદાજે 500 કરોડના ખર્ચે 23835 જેટલા વિકાસ કામોના ખાતમૂહૂર્ત અને લોકાર્પણ

ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા તજજ્ઞોની કમિટીની રચના કરાઈ જેના મંતવ્યો મેળવી વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવાશે: શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી

રાજયમંત્રી મંડળની બેઠકમાં લેવાયેલા નિણર્યો અંગેની માહિતી  આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ  હતુ કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારી ના લાભો સત્વરે  મળી રહે એ માટે   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી  સરકારે અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યો છે. એટલુ જ નહિ રાજયના યુવાનોને નશાની ચુંગાલમાંથી બહાર કાઢવા અને એ તરફ જતા રોકવા માટે પણ રાજકીય દ્રઢ ઇચ્છા શક્તિ સાથે ઘનિષ્ઠ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને માદક દ્રવ્યો સામે કાર્યવાહી કરવા આગામી સમયમાં પણ ખાસ ડ્રાઇવ હાથ ધરાશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ હેઠળ મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ  વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશવ્યાપી શરુ કરેલ ઙખ ગતિશક્તિ પ્રોજેક્ટ અંતર્ગત પણ ગુજરાતમાં સત્વરે કામગીરી હાથ ધરી આ ક્ષેત્રે પણ ગુજરાત રોલ મોડલ પુરવાર થશે. આ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કૌશલ્ય વિકાસને બળ આપવા અલગ કૌશલ્ય યુનિવર્સિટીની સ્થાપના કરી છે. અનેકેબીનેટ બેઠકમાં કરાયેલા નિર્ણય મુજબ રાજ્યનો શ્રમ અને રોજગાર વિભાગ હવે શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગના નવા નામથી ઓળખાશે તેના માટે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.  તેમજ રાજ્યના 30 વર્ષથી વધુ વયના 3 કરોડથી વધુ એટલે કે 40 ટકા નાગરિકોને સાંકળી લેતી નિરામય ગુજરાત યોજના જાહેર કરવામાં આવી છે.  તેમ ઉમેર્યુ હતુ.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ  આવતીકાલે સવારે 11.30 કલાકે પાલનપુરથી, જ્યારે સવારે આરોગ્ય મંત્રી  ઋષિકેશભાઇ પટેલ મહેસાણાથી  આ નિરામય ગુજરાત યોજનાનો શુભારંભ કરાવશે.

આ ઉપરાંત આ યોજનાના લોન્ચિંગ માટે રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીશ્રીઓ, ખકઅ, ખઙ, સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાશે. તેમણે ઉમેર્યુ હતું કે આરોગ્ય પરિવારની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી આ નવી યોજના શરૂ કરવામાં આવી રહી છે. રાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે, ઇ.ઙ.-લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટિસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે.

આ પ્રકારના રોગોથી કાળજી લેવા 30 થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના ઙઇંઈ, ઈઇંઈ, અને હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બીન ચેપી રોગો માટે સ્ક્રીનિંગ થી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે રૂા.12 થી 15 હજારનો ખર્ચ બચશે.મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યના લોકોની આરોગ્ય સુખાકારી માટે સ્થળ ઉપર જ ત્વરિત ખોરાકની ગુણવત્તાની તપાસ-ચકાસણી માટે વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના સીધા માર્ગદર્શનમાં રૂા.45 લાખના ખર્ચે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ શરૂ કરવામાં આવી છે.

જેનાથી વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અટકાવી શકીએ. તેમણે કહ્યું હતું કે, દૂધમાં થતી ભેળસેળ સામે સરકાર કડક હાથે કામ લઇ રહી છે. જેના માટે આ વાનમાં મિલ્ક એનાલાયઝર-મિલ્કો સ્કેન મીટર મુકવામાં આવ્યુ છે જેનાથી દૂધમાં થતી ભેળસેળની સ્થળ તપાસ કરી  તેમાં થતી ભેળસેળ અટકાવી શકાશે. મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં આગામી તા. 18 થી 20 નવેમ્બર દરમિયાન ગ્રામ વિકાસ વિભાગ તેમજ અન્ય આઠ વિભાગોને સાંકળી લઇને આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ ગ્રામ વિકાસ યજ્ઞના ભાગરૂપે રાજ્યના 33 જિલ્લાઓમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજવામાં આવશે.

આ યાત્રા દરમિયાન અંદાજે રૂા.500 કરોડના ખર્ચે વિવિધ જિલ્લાઓમાં 23,835 જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત તેમજ 9,503 જેટલા લોકાર્પણ કરવામાં આવશે. આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ તા. 18 નવેમ્બરે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે તેમજ ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં  મહેમદાવાદથી કરવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે મહેસૂલ વિભાગ દ્વારા પ્રતિબંધિત ન હોય એવી સરકારી  પડતર જમીન લાભાર્થીઓને અગ્રતાક્રમ અનુસાર પ્રમાણસર સોંપણી  માટે વહેંચણી કરાય છે જે અંતર્ગત કચ્છ જિલ્લામાં 285 લાભાર્થીઓને એકસાથે 984 એકર  જમીન સોંપણી મહેસૂલ મંત્રીના હસ્તે ભૂજના ડુંમરા ખાતેથી કરવામાં આવશે. મંત્રીશ્રી વાઘાણીએ કહ્યુ કે ધો. 1થી 5ના વર્ગો એક સાથે શરૂ કરવા માટે  તજજ્ઞોની કમિટિની રચના કરવામાં આવી છે. જેના મંતવ્યો મેળવીને તેમના સૂચનો સંદર્ભે અભ્યાસ કરી યોગ્ય સમયે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.