ક્રાઈસ્ટ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આજે વિવિધ વિભાગોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ તેમની સાથે પ્રાઈઝ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમ જ વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
ક્રાઈસ્ટ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આજે સ્ત્રી વિભાગ તથા ઓપરેશન થિયેટર તેમજ રેડિયોલોજિસ્ટ વિભાગ અને પેથોલોજીસ વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા અને ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા તેમજ બિષપ જોષ ચીટ્ટરપરંબિલ ઉપસ્થિત રહ્યા હતા
ગાયનેક વિભાગ રેડિયોલોજીસ્ટ વિભાગ અને પેથોલોજી વિભાગનું મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે શુભારંભ
ક્રાઈસ્ટ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સ્ત્રી વિભાગમાં સ્ત્રીને લગતી તમામ બીમારી ની સારવાર આપવામાં આવશે તેમજ નાના મોટા ઓપરેશનો તજજ્ઞ ડોક્ટર કરી આપશે સ્ત્રીને લગતા તમામ રોગને સારવાર તેમજ સર્જરી માં આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર કરી આપવામાં આવશે તેમજ એક જ જગ્યાએ બહારગામ થી આવતા તેમ જ રાજકોટના કોઈપણ દર્દીઓને હેરાન પરેશાન ન થવું પડે એ હેતુથી તમામ સારવાર ક્રાઈસ્ટ હોસ્પિટલમાં આપવામાં આવશે તે માટે જ રેડિયોલોજી વિભાગ તેમજ પેથોલોજી વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે
ક્રાઈસ્ટ હોસ્પિટલમાં એકી સાથે આઠ ઓપરેશન હવે થઈ શકશે: બિશપ જોષ ચીટ્ટરપરંબિલ
અબતક સાથેની વાતચીતમાં ફાધર બિષપ જોષ ચીટ્ટરપરંબિલ જણાવ્યું હતું કે રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં આજે નવા ત્રણ અલગ અલગ ઓપીડી ચાલુ કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ ગર્ભસ્થ મહિલાઓ માટે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે તેને તમામ પ્રકારની સુવિધાઓ મળે તે માટે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત ક્રાઈસ્ટ હોસ્પિટલમાં હવે આયુષ્યમાન ભારત કાર્ડમાં પણ મહિલાઓને વ્યવસ્થા મળે તે રીતની ગોઠવણી કરવામાં આવી છે નવો વિભાગના ઉદ્ઘાટન વિધિ છે ખાસ કરીને ગાયનેક વિભાગઅને આજે નવા કોલેજે અને સાથે સાથે ઓપરેશન ઉદ્ઘાટન થાય છે અને નવી લાભના પણ ઉદઘાટન વિધિ છે આ ત્રણ આના હોસ્પિટલના નવા વિભાગ આજે ઉદઘાટન વિધિ કરે છે હોસ્પિટલ ઈસુ ભગવાનના નામ ઉપર રાખેલા છે નાતાલાના દિવસે ઈસુ ના જન્મદિવસ અવસરે ખાસ કરીને અમે હોસ્પિટલના ઉદ્ઘાટન કર્યું છે એકી સાથે આઠ ઓપરેશન થઈ શકે તેવા ઓપરેશન થેટર છે પેલા પીડી વિભાગમાં જ ગાયનેક ના ઓપરેશન થતા હતા સાથે ગાયનેક ઓપરેશન થિયેટર હોવાથી ગાયનેક વિભાગ માં સ્ત્રીઓને તમામ સારવાર આપવામાં આવશે એટલે એના બધા લોકોનું બહુ ફાયદો થાય આ માટે નવા વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે
મહિલાઓને સારી સુવિધા અને સારવાર મળી રહે એ હેતુથી નવા વિભાગ શરૂ કરવામાં આવ્યા છે: ફાધર થોમસ
અબતક સાથેની વાતચીતમાં ફાધર થોમસે જણાવ્યું હતું કેખાસ કરીને ક્રાઈસ્ટ હોસ્પિટલમાં મહિલાઓને અને તેમાં પણ પ્રસુતિ ને લગતા વિભાગની ખાસ સારવાર કરવામાં કરવા માટે નવા બોર્ડ ઊભા કરવામાં આવ્યા છે
તો અમે એટલા માટે એક્સપાન કરે છે કે વધારે લોકોને આયુષ્યમાન કાર્ડ ની અંદર ફ્રી માં સારી જગ્યાએ બધા સુવિધાઓ સાથે ટ્રીટમેન્ટ લઈ શકીએ એના હેતુથી અમે આ ચાલુ કર્યું છે એટલે અમે આશા રાખું છું કે આયુષ્માન કાર્ડ હોય તો પણ સુવિધા સાથે એ લોકોને સારી સારવાર લઈ શકે એ અમારી ઈચ્છા છે