પ્રોડક્ટ, કોમ્યુનિકેશન, ફેશન અને ઈન્ટિરીયર ડિઝાઈનીંગનો સમન્વય
રેગ્યુલર કોર્ષ કરતા સ્કીલબેઈઝડ ક્રિએટીવ કોર્ષનો સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને લાભ મળે તેવા હેતુથી ચાર નવા કોર્ષ સાથે ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન શરૂ કરાઈ
રાજકોટ-સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓએ હવે ડિઝાઈનીંગના ક્ષેત્રમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેઓએ મુંબઈ, દિલ્હી, પૂના કે બેંગ્લોર સુધી લાંબી નહીં થવું પડે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત રાજકોટમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં સૌપ્રથમવાર બેચરલ ડિગ્રી પ્રદાન કરતી રાષ્ટ્રીયસ્તરની ડિઝાઈનીંગ સ્કૂલનો પ્રારંભ થયો છે. જેના સંદર્ભે માહિતી આપવા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈનમાં ભણતા વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા ચાર વર્ષની ડિગ્રી આપવામાં આવશે. બેચરલ ઓફ ડિઝાઈનીંગ કોર્ષને સંપૂર્ણ વ્યવસાયીક અભિગમ સાથે ઘડવામાં આવ્યો છે. એનઆઈડી, એનઆઈએફટી, એમઆઈટી વગેરે જેવી શિક્ષણ સંસ્થાઓને સમકક્ષ કહી શકાય તેવી ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન રાજકોટના રેસકોર્સ રીંગ રોડ પર શરૂ થઈ છે. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીને લાભ મળે અને વિવિધ ડિઝાઈનીંગના કોર્ષમાં ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓ વ્યવસાયીક અભિગમ કેળવાય તેવા હેતુ સાથે આઈઆઈડી ઈન્સ્ટિટયુટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કુલ ચાર કોર્ષ જેમાં પ્રોડકટ, કમ્યુનિકેશન, ફેશન, ઈન્ટિરીયર ડિઝાઈન જેનો સમયગાળો ચાર વર્ષનો રહેશે. ચારમાંથી કોઈપણ કોર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને પહેલા વર્ષમાં એક સરખુ જ શિક્ષણ આપવામાં આવશે. પ્રથમ વર્ષ બાદ બાકીના ત્રણ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ પોત-પોતાના ક્ષેત્રમાં નિષ્ણાંત બનાવવા માટેના અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવ્યા છે. ધો.૧૨ પાસ કર્યા બાદ સાયન્સ, કોમર્સ કે આર્ટસનો કોઈપણ વિદ્યાર્થી કે ડિગ્રી ડિપ્લોમાના કોઈપણ વિદ્યાર્થી આમાં પ્રવેશ મેળવી શકશે. ૨૦ જુલાઈ ૨૦૨૦થી ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન કોલેજ શરૂ કરવામાં આવશે. ડિઝાઈનીંગ ક્ષેત્રે, અમદાવાદ, મુંબઈ, પૂના, બેંગ્લોર અને દિલ્હીથી પણ ફેકલ્ટી મેમ્બરોને બોલાવવામાં આવ્યા છે જે વિદ્યાર્થીને પોતાનું જ્ઞાન અને અનુભવ વહેંચશે.
આજની પ્રેસ કોન્ફરન્સમાં ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈનના ડિરેકટર મેહુલભાઈ રૂપાણી, મેનેજીંગ ડિરેકટર નિયતભાઈ ભારદ્વાજ તેમજ ભુપતભાઈ બોદર તથા સીઈઓ શ્યામસિંહ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.
આગામી સમયમાં શ્રેષ્ઠ ડિઝાઈનીંગ કરશે તેને જ મહત્વ મળશે: નિયત ભારદ્વાજ
રાજકોટ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના પુત્ર અને ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈનીંગના મેનેજીંગ ડિરેકટર નિયત ભારદ્વાજે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને જણાવતા આનંદ થાય છે કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે અમે સૌપ્રથમ વખત ડિઝાઈનીંગ કોલેજ શરૂ કરી રહ્યાં છીએ. ડિઝાઈનીંગ કોર્ષ મેં પણ શિખેલ છે. રાજકોટના લોકોમાં આપણે કાંઈ નોટિસ કરીએ તો લોકોને સારા કપડા, સારો મોબાઈલનો ઉપયોગ કરવો ગમે છે. પરંતુ તેને જે બનાવનાર છે તેની આપણે ક્યારેય કદર કરતા નથી. ડિઝાઈનીંગ ક્ષેત્રે ખુબજ મોટો સ્કોપ છે. જેમ કે, બિઝનેશ એન્જીનીયરીંગની જેમ જ ડિઝાઈનીંગમાં પણ સારૂ ભવિષ્ય છે. આવનારા સમયમાં જે પણ સારૂ ડિઝાઈનીંગ કરશે તેને વધુ મહત્વ મળશે. કેમ કે લોકોને તેમની સમજણ પણ છે અને વેલ્યુ પણ છે.
આ ઈન્સ્ટિટયુટ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સૌરાષ્ટ્ર વિદ્યાર્થીઓ બોમ્બ, દિલ્હી કે, અન્ય દેશોમાં ડિઝાઈનીંગનો કોર્ષ કરવા જતા હોય છે. હવે વિદ્યાર્થીઓને બહાર લંબાવવું ન પડે અને રાજકોટમાં આધુનિક ફેસેલીટી મળે અને સારા એવા શિક્ષકો પણ ડિઝાઈનીંગ ભણાવે તે હેતુથી આ ઈન્સ્ટિટયુટ શરૂ કરાય છે. આઈઆઈડીમાં કુલ ચાર કોર્ષ અમે લઈ આવ્યા છીએ જેમાં પ્રોડકટ, ફેશન, ઈન્ટિરીયર, ડિઝાઈનીંગ જેવા કોર્ષને સવારે ૯ થી સાંજના ૮ સુધીના સેડયુલમાં ભણાવવાનો રહેશે. આ કોર્ષ ચાર વર્ષનો છે. ત્રીજા અને ચોથા વર્ષમાં વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ તથા ઈન્ટેન્શીપ માટે મુંબઈ મોકલવામાં આવશે. ડિઝાઈનીંગ ક્ષેત્રે ખુબજ મોટું ભવિષ્ય છે.
મોટા-મોટા ફેશન ડિઝાઈનરોનું ભવિષ્ય ઉજળુ છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ અને આજના વિદ્યાર્થીમાં પણ જો ટેલેન્ટ હશે તો તે ચોકક્સ આગળ વધશે.
‘અબતક’ના માધ્યમથી હું વિદ્યાર્થીને એક જ મેસેજ આપીશ કે એન્જિનીયરીંગ, ફાયનાન્સ, મોડેલ એ તો જરૂરી છે. પરંતુ જો ફેશન ડિઝાઈનીંગમાં વિદ્યાર્થીઓને રસ હોય તો ચોક્કસ આઈઆઈડી પધારો. અહીં પણ ખુબજ મોટો સ્કોપ છે.