જામનગર સમાચાર
જામનગરમાં ક્રેડિટ કાર્ડ પર ખીસ્સામાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર તમે જે રીતે ખરીદી કે બિલની ચૂકવણી કરો છો એ જ રીતે હોસ્પિટલમાં સારવાર માટે પણ ખીસ્સાની રકમ ખર્ચ કરતાં બચી શકો છો અને કાર્ડ દ્વારા ચૂકવણી કર્યા બાદ નિયત સમય મર્યાદામાં તમે આ નાણાં ચૂકવી શકો છો. અમદાવાદની હેપ્પીનેસ ઇનોવેશન કંપની દ્વારા આ હેલ્થકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોબાઇલ એપ્લીકેશન પણ લોંચ કરવામાં આવી છે.
હેલ્થકેર લાઇનના ત્રીસ વર્ષના અનુભવી ફાઉન્ડર મયુરસિંહ જાડેજા તથા જયદિપભાઇ નંદાણીએ જણાવ્યું છે કે, કંપનીનુ ટારગેટ સંપૂર્ણ હેલ્થકેર ઇકો સિસ્ટમને આવરી લેવાનું છે. દવાઓમાં મિનીમમ 10 ટકા અને લેબોરેટરી ચાર્જમાં 40 ટકા સુધી ડિસ્ટકાઉન્ટ તેમજ દવાઓની હોમડિલવરી ફ્રિ. આ કાર્ડ હેઠળ રાજયના પાંચ હજારથી વધુ મેડિકલ સ્ટોરને આવરી લેવામાં આવશે. હાલમાં ચાર મેટ્રો શહેરમાં અને બાદમાં સમગ્ર રાજયમાં આ એપ્લીકેશન લોંચ કરવામાં આવશે.