રાજકોટ: કોરોના મહામારીના સામે સમગ્ર વિશ્વ આખૂ ઝઝૂમી રહ્યું છે, જ્યારે સરકાર, વહીવટી તંત્રો, સામાજીક સંસ્થાઓ લોક સેવા અર્થે આગળ આવી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં લાયન્સ ક્લબ રાજકોટ પ્રાઇડ દ્વારા જે લોકો ઘરે તબીબી માર્ગદર્શન હેઠળ કોરોનાની સારવાર લઇ રહ્યા છે અને પ્રાણવાયુની જરૂરિયાત અંગે તબીબી ભલામણ હોઈ તેમનો જીવ બચાવી શકાય તેવા આશયથી લાયન્સ ઓક્સિજન બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ગુજરાત સ્ટેટ ચેરમેન દિવ્યેશભાઈ સાકરીયા, લાયન્સ ક્લબ રાજકોટ પ્રાઇડ ના પ્રમુખ ગીરીશભાઈ અકબરી, ઉપ પ્રમુખ નીરજ અઢિયા, પ્રોજેક્ટ ચેરમેન ચેતન વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું છે. સંસ્થા ટૂંક સમયમાં કેપેસિટી વધારો કરવા પણ પ્રયત્નશીલ છે તેવું પ્રતીક ભાઈ અઢિયાએ જણાવ્યું હતું.
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલએ વિશ્વની સૌથી મોટી એનજીઓ છે કે, જે સમગ્ર વિશ્વમાં 210 દેશમાં 46000 કલબો અને 14 લાખથી વધારે સભ્યો ધરાવે છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ગુજરાત સ્ટેટ ચેરમેન દિવ્યેશભાઈ સાકરીયાએ જાણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતની લાયન્સ ક્લબ અત્યારે સરકારના માર્ગદર્શન મુજબ વેકસિન અંગેની જાગૃતિ, માર્ગદર્શન, ઓક્સીજન બેંક,વિગેરે સેવા ઓ થકી સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરી રહી છે.
આ લોક હિત પ્રોજેક્ટમાં લાયન્સ ક્લબ રાજકોટ પ્રાઇડના સેક્રેટરી અચ્યુત પટેલ, ટ્રેઝરર ડેનિશ સિણોજીયા, અડ્મિનિસ્ટ્રેટર સંજય કલાકાણી, પ્રતીક અઢિયા, ડો.પ્રીયુલ શાહ, રમેશ રામાણી, કિશોર વઘાસીયા, ઉમેશ ભલાણી,કૃણાલ રાબડીયા, કિશાન ભલાણી, વિનોદ ઠક્કર,જીતેન્દ્ર લાખાણી, દેવેન્દ્ર રૂપારેલીયા,અતુલ મારૂ,વિગેરે પ્રયત્ન શીલ છે.