કલબનાં મેમ્બરોએફિલ્મી ગીતો રજુ કર્યા: મોટી સંખ્યામાં સભ્યોએ મ્યુઝીકલ નાઈટ માણી
એક્રોલોન્સ કલબ દ્વારા શહેરનાં કાલાવડ રોડ પાસે આવેલ જીનીયસ સ્કુલ ખાતે કરાઓકે સિગિંગનું પ્રથમ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું જેમાં કલબનાં મેમ્બરો દ્વારા ફિલ્મી સંગીતની ધુન પર ગીત રજુ કરવામાં આવ્યા હતા. આ તકે જીનિયસ સ્કુલનાં ડી.વી. મહેતાએ કાર્યક્રમનું સંચાલન કરી ભાગ લેનાર કલબનાં મેમ્બરોનો ઉત્સાહ વધાર્યો હતો તથા કલબનાં મેમ્બરોએ ફિલ્મી ગીતોનો આનંદ માણ્યો હતો.
કલબનાં ડાયરેકટર સુદીપભાઈ મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક્રોલોન્સ કલબની સ્થાપના ૨૦૧૮માં કરવામાં આવી હતી. કલબ દ્વારા અલગ-અલગ અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે. મ્યુઝીકલ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ગરબા વગેરે સાથે કરાઓકે કલબનું લોન્ચીંગ કર્યું છે. કલબનો આ પ્રથમ પ્રોગ્રામ છે જેમાં કલબનાં જ સભ્ય દ્વારા તૈયાર કરાયેલ નવા તથા જુના ગીતો રજુ કરવામાં આવ્યા છે. કરાઓકે કલબ દ્વારા કલબનાં મેમ્બરો એકબીજાની નજીક આવે એવો હેતુ છે.
ડો.સી.ડી.સંખારવાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું એજયુકેશન સાથે જોડાયેલ છું. આજે એક્રોલોન્સ કલબ દ્વારા કરાઓકે સંગીત સાથે જીંદગીમાં પ્રથમ ગીત રજુ કર્યું બધાનો રીસ્પોન્સ જોઈને ખુબ આનંદ થયો મને એવું લાગ્યું કે જો હું સિંગર બન્યો હોત તો અત્યારે એજયુકેશનનાં ફિલ્ડમાં છું તેનાથી ઘણો આગળ હોત. પ્રથમ ગીત માટે મેં ફકત ૩ દિવસ તૈયારી કરી હતી. ખરેખર તો સંગીત માટે મારી પાસે કયારેય ટાઈમ નથી હોતો પરંતુ યોગ તથા મેડિટેશન કરતો હોઉ છું એટલે ગ્રહણ કરવાની શકિત સારી છે એટલે ગીત ઝડપથી તૈયાર થયું છે.