મુસ્લિમ રાષ્ટ્રીય મંચ કામધેનું દિપાવલી અભિયાનમાં જોડાયું
ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયાની પ્રેરણાથી આ વર્ષે ૧૧ કરોડ પરીવારોમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ ધરાવતી ગૌમાતાના ગોબરમાંથી બનેલ ૩૩ કરોડ દિવા પ્રગટે તે માટે “કામધેનુ દિવાપલી અભિયાન” ના મંગલાચરણ કરવામાં આવ્યા છે. શ્રીનગરમાં ભારતીય સેના તથા હિન્દુ ભાઈઓને ગોમય ગોબરમાંથી બનાવેલ દિવડાઓ ભેટમાં આપીને મુસ્લીમ રાષ્ટ્રીય મંચ દ્રારા સદભાવનાનું પ્રમાણ પુરું પડાયું હતું. તથા રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્રારા શરૂ કરવામાં આવેલ ‘કામધેનુ દિપાવલી અભિયાન’ નો શુભારંભ પણ કરાયો હતો.
મુસ્લીમ રાષ્ટ્રીય મંચની કેન્દ્રીય સમિતી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, દિવાળીના પાવન પર્વ નિમિતે મુસ્લીમો તેના મિત્રોને ગોમય ગોબરમાંથી બનાવેલ દિવડાઓ ભેટમાં આપશે તેનાથી સદભાવનાનો વિકાસ થશે. ગૌશાળાઓને આર્થિક લાભ થશે અને ગૌસેવાનો લાભ મળશે આત્મનિર્ભર ભારત તથા સ્વદેશી અભિયાન, વોકલ ફોર લોકલ, રોજગાર નિર્માણ, સમૃધ્ધિ,સ્વાથ્ય, સંપ સહિતનાં અનેક આયામોનો વિકાસ થશે. આ અભિયાનનો શુભારંભ ગૌભકત મોહંમદ ફૈઝખાન, એડવોકેટ સીરાજ કુરેશી તથા સ્થાનીક પદાધીકારીઓ, જનાબ મીર નઝીર, શકીલ ઉલ રહેમાન, મોહતરમા મસૂદખાન તથા એમ રીયાઝની સાથે મળીને શંકરાચાર્ય શિવમંદિરને ગૌમય દિવડા ભેટ આપીને કરવામાં આવ્યો હતો.