દિલીપભાઈ સંઘાણી, પંકજભાઈ ભટ્ટ, યોગેશભાઈ બોક્ષા તેમજ ભાવનાબેન ગોંડલીયાએ કર્યુ દિપ પ્રાગટય

અમરેલી મહિલા સહકારી અગ્રણી ભાવનાબેન ગોંડલીયા દ્વારા એક નવું સોપાન શરૂ કરાશે સમગ્ર દેશમાં પ્રથમ વખત નવા કલાકારો ને મંચ આપવા આજે કલાધાર મલ્ટી ક્રેડિટ સોસાયટી નું  ઉદ્ઘાટન અમરેલી જીલ્લો એટલે કંઈક નવું કરવા માટે હંમેશા તત્પર હોય છે ત્યારે આજે સમગ્ર દેશમાં પ્રથમ વખત કલાકારો માટે સહકારી સંસ્થા ની સ્થાપના કરવામાં આવી છે આ સંસ્થા દ્વારા ઉગતા કલાકારો ને મંચ આપવું તાલીમ આપવી કલાકારોની સર્ટિફાઇડ કરવા તેઓ માટે આલ્બમ બનાવવા ચલચિત્રો બનાવવા જેવા માધ્યમથી કરવામાં આવશે જેનાથી સંસ્કૃતિ દેશ-વિદેશમાં ઉજાગર કરવા કામગીરી હાથ ધરવામાં આવશે આ સરકારી સંસ્થા નું એટલે કે કલાધાર મલ્ટી ક્રેડિટ સોસાયટી નું ઉદ્ઘાટન સહકાર શિરોમણી નાફસ્કોપ ના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષ સંગીત નાટ્ય અકાદમી ના પૂર્વ ચેરમેન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા યોગેશભાઈ ગઢવી ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે સહકારી સંસ્થાના માધ્યમથી આ પ્રકારની સંસ્થા દેશમાં પ્રથમ વખત બની રહી છે. જે અમરેલી થી શરૂ થઈ સમગ્ર દેશ વિદેશમાં સહકારી પ્રવૃત્તિને વેગ મળશે. જેમાં કલાકારોને તેમના સાધનો ખરીદવા વાહનો ખરીદવા લોન આપવામાં આવશે સાથે સાથે સભાસદોના બાળકો ને તાલીમ આપી યોગ્ય રીતે મંચ પૂરુ પાડી રજૂ કરવામાં આવશે .

આગામી દિવસોમાં સંગીત, નૃત્ય, નાટક ,લોકસાહિત્ય ,ચિત્ર ,કાવ્ય, ગદ્ય લેખક જેવા તમામ કલાકાર સાથે રાખીને તેમના ક્ષેત્રમાં નિપુણતા થી આગળ વધી શકે એવી પ્રવૃત્તિ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવશે. સહકારી સંસ્થાઓ કે સરકારી સંસ્થાઓ ની ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ પણ બનાવી આપવામાં આવશે ઉદ્યોગો ની જાહેરાતો શૂટ કરીને આપવામાં આવશે સંસ્થા દ્વારા સભાસદોના મનોરંજન માંથી નાટક તેમજ સમયાંતરે મ્યુઝિકલ નાઇટ લોકડાયરો જેવા કાર્યક્રમો પણ કરવામાં આવનાર છે સંસ્થાના સભ્યો તેમજ તેના પરિવાર માટે સુવિધાઓ સાથે આ સંસ્થા ખુલ્લી મુકવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.