વિશાલબાવા દ્વારા કરાયેલા ફાઈવ-જી લોન્ચિંગમાં આકાશ અંબાણી અને શ્ર્લોકા અંબાણી રહ્યા ઉપસ્થિત

દેશભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાય રહી છે તેવી જીઓ ની ફાઈવ જી નું ભગવાન શ્રીનાથજીના સાનિધ્યમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ભગવાન શ્રીનાથજી ના સાનિધ્યમાં તારીખ 22 ઓક્ટોબર શનિવારે પુષ્ટિમાર્ગીય પ્રધાનપીઠ પ્રભુ શ્રીનાથજીની હવેલીના પંચ મહોત્સવમાં શ્રી ઇન્દ્રદમનજી રાકેશજી મહારાજના આશીર્વાદથી ટેલિકોમ ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ સ્વરૂપ જીઓ ફાઇવ જી નો શુભારંભ કરવામાં આવ્યો હતો વિશાલ બાબા ના હાથજીઓ ફાઇવ જીનું લોન્ચિંગ કરવામાં આવ્યું ત્યારે આકાશ અંબાણી તેમના ધર્મ પત્ની સ્લેકા સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આકાશ અંબાણીએ સૌપ્રથમ સજોડે પ્રભુ શ્રીનાથજી ના રાજભોગ ના દર્શન કર્યા હતા.

ત્યારબાદ મોતી મહેલ ખાતે લાલ છતદ્વારા આયોજિત કાર્યક્રમમાં ફાઇવે જી નું લોન્ચિંગ વિશાલ બાબા દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસર પર વિશાલ બાબાએ જણાવ્યું હતું કે ટેકનોલોજી ના આ યુગમાં “ફાઈવજી” આશીર્વાદ રૂપ બનશે તેમણે જણાવ્યું હતું કે અંબાણી પરિવાર શ્રીજી પ્રભુ માં અપાર શ્રદ્ધા ધરાવે છે તેમણે જણાવ્યું હતું કે હું  મુકેશ અંબાણી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ શ્રીનાથજી મંદિરના સાનિધ્ય માંથી જ ભારતમાં જીઓ ફાઈવ જી ની પ્રથમ શરૂઆત ને શુભેચ્છા પાઠવું છું આ પ્રસંગે આકાશ અંબાણીએ નાક દ્વારાથી જીઓ ફાઈવ જી નો શુભારંભ કરવાના અવસરને શ્રીજીના આશીર્વાદ ગણાવ્યા હતા અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વિશાલ બાબાએ આકાશ અને શ્લોકા અંબાણીને સાલ અને પ્રસાદ એનાયત કરી સન્માન કર્યું હતું અને આશીર્વાદ પાઠવ્યા હતા શ્રીનાથજી મંદિરના અધિકારી સુધાકર ઉપાધ્યાય મંદિર ના સીઈઓ હિતેન્દ્ર ઓઝા ધનરાજ નથવાણી  અંજાનંદ શાહ સુરક્ષા અધિકારી અનિલ સનાઢઇ અને મોટી સંખ્યામાં ભાવિકો વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.