બિલ્ડરો તેમના પ્રોજેકટમાં વરસાદી પાણીને જમીનમાં ઉતારી પાણીની સપાટી ઉપર લાવવામાં તમામ પ્રયત્નો માટે કાર્યરત
શહેરમાં આજી, ન્યારી અને લાલપરી એમ ત્રણ નદી છે, પરંતુ રાજકોટએ બીઝનેશ અને શૈક્ષણિક ક્ષેત્રે આગવું નામના મેળવતા જ રાજકોટની વસ્તી દરરોજ વધી રહી છે. આના કારણે આ ત્રણેય નદીનાં પાણીનો વપરાશ પણ સાથે સાથે વઘ્યો છે. આજે સૌની યોજના થકી નર્મદા માતાને સરકારે દરેક જગ્યાએ પહોંચાડવાનો ભગીરથ પ્રયત્ન કરેલ છે. પરંતુ આ કયાં સુધી ? આપણે ત્યાં જુના રાજકોટમાં પહેલા ફળીયા-કાચા રસ્તા હોવાથી પાણી જમીનમાં શોષાઈ જતુ જેના લીધે પાણીની સપાટી ઉંચી રહેતી હતી અને જેના હિસાબે ડંકીમાં ૩૫ થી ૪૦ ફુટે પાણી આવી જતું જે આજે પાણીનાં સપાટી નીચે જતા ૮૦૦ થી ૧૯૦૦ ફુટ સુધી બોર કરવા પડે છે. જે માનવ જીવન માટે પાણીની મુશ્કેલી સર્જી શકે છે.
જમીનમાં પાણીનું પ્રમાણ ઓછું થવાથી વાતાવરણમાં ગરમીનો પ્રકોપ વધે છે. અને પાણીની અછત સર્જાય છે. જેનાંથી પર્યાવરણનું સંતુલન ખોરવાય જાય છે. આ માટે દરેક ગામ અને શહેરોમાં મકાનોમાં અગાશી સીવાય ખુલ્લી જગ્યાનું પાણી તેમજ ફળીયાનું પાણી ઉપરાંત ફલેટ – બંગલાનું પાણી જમીનમાં ઉતારી બોર રીચાર્જ કરી શકાય છે. જે બોર થકી આપણને ફરીથી શુઘ્ધ પાણી મળશે. જેનાંથી ડેમ અને ચેકડેમ કરતા પણ ઓછા ખર્ચે આપણે પાણી પાછું મેળવી શકીએ છીએ આ ઉપરાંત ઘર ઘર સુધી પાણી પહોંચાડવાનાં ખર્ચમાંથી પણ કાયમી મુકતી મળી રહે છે. અને સાથે સાથે આપણે શુઘ્ધ, શાત્વીક અને જરૂરી મીનરલ્સયુકત પાણી આપણને મળી રહેશે.
હાલમાં જ રાજકોટનાં નામાંકિત બિલ્ડરો દ્વારા પોતાના નવા ફલેટનાં પ્રોજેકટમાં પાણીને જમીનમાં ઉતારી ફરીથી ઉ૫યોગમાં આવે તે રીતની આધુનિક પઘ્ધતી સામેલ કરવામાં આવેલ છે. તેમ રાજકોટનાં પણ ઘણાં બિલ્ડરોએ પોતાના પ્રોજેકટમાં આવી સુવિધા સામેલ કરી પાણીની બચત બેંક જેવી વ્યવસ્થા ઉભી કરી જળ એ જ જીવન પ્રોજેકટને પ્રોત્સાહન આપેલ છે. કારણ કે હવે લોકો સમજી રહયા છે કે પાણીનો બિજો વિકલ્પ નથી માટે જ તેને ફરીથી ઉપયોગમાં આવી શકે તે માટે પાણીને જમીનમાં પરત કરવાનાં પ્રોજેકટો વધુ પસંદ કરી રહયા છે.તો સાથે સાથે બિલ્ડરો ચોકકસપણે માની રહયા છે કે અમે રાષ્ટ્ર, સમાજ અને નાગરીકોને શુઘ્ધ પાણીની ભેંટ આપીએ એ જ સૌથી સારી અને સાચી એમીનીટીસ છે.
પાણીને જમીનમાં ઉતારવાથી પાણીની સપાટી ઉંચી આવશે, વરસાદી પાણીથી ક્ષાર વગરનું શુઘ્ધ પાણી મળશે, રોગપ્રતિકારક શકિત વધશે અને રોગનું પ્રમાણ ઘટશે અને સાથે સાથે પર્યાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટશે. બોરમાં પાણીની સપાટી ઉંચી હોવાથી લાઈટબીલ અને જાળવણી ખર્ચ પણ ઘટશે. દરેક પરિવારનો આશરે ૬૦૦ થી ૧૨૦૦ લીટર પાણીનો વપરાશ હોય છે જેમાંથી ૩૦૦ લીટર પાણી જમીનમાં ઉતારે તો પણ આપનાં બોરમાંથી ઉંચી સપાટીએ શુઘ્ધ પાણી મળતું રહેશે.
હાલમાં સરકાર પણ ડેમ, ચેકડેમ રીચાર્જ કરવા માટે સબસીડી આપી રહી છે તો સાથે સાથે ખેડુતોને પાણીનો ઓછા વપરાશ થાય તે ટપક પઘ્ધતિ અપનાવવાની સલાહ આપે છે અને સાથે સાથે ટપક પઘ્ધતિ નાખવા માટે લોન અને સબસીડી પણ આપે છે. ટુંકમાં સરકાર પણ પાણીની વધુ માં વધુ બચત થાય તે માટે કાર્યરત બનેલ છે.
દરેક સાઈટ ઉપર ૨ થી વધુ રિચાર્જ બોર બનાવવા જોઈએ: પરેશભાઈ ગજેરા
રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ રાજકોટમાં તમામ વિસ્તારોમાં પાણીના તર ઉંડા વયા ગયા હતા. ૫૦૦ ફૂટથી લઈ ૧૨૦૦ ફૂટ જેટલું પાણી નીચે ઉતરી ગયું છે. જેથી આવનારા સમયમાં આ વિકટ સ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે રાજકોટ બિલ્ડર એસો.એ તેની દરેક સાઈટ ઉપર ૨ થી વધુ રિચાર્જ બોર કરવા જોઈએ. આ અંગેનો જીડીસીઆરમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્ષા ઋતુમાં વરસાદનું પાણી વહી જતા તેનું યોગ્ય સ્ટોરેજ થતું નથી. જેથી જે બોર પાણીથી સંગ્રહિત થવા જોઈએ તે પણ થઈ શકતા નથી. આ તકે શ્રીજી ગૌશાળાના રમેશભાઈ ઠક્કરની પ્રેરણાથી રાજકોટ બિલ્ડર એસો. દ્વારા આ પગલું તથા આ અભિયાનને હાથ પર લેવામાં આવ્યું છે. હાલ લોકડાઉનની પરિસ્થિતિ જોવા મળતા આ કામ પેન્ડીંગ છે પરંતુ હવે થોડા જ સમયમાં આ કાર્ય ફરી ધમધમતું થશે. સૌરાષ્ટ્રમાં હરહંમેશ પાણીની તંગી જોવા મળી રહી છે. અનેકવિધ વખત પાણીની પુરતી કરવા ટેન્કરને પણ બોલાવવામાં આવે છે. હાલ ગુજરાત રાજ્યમાં જે ભૂકંપના આંચકાની અનુભુતિ થઈ તેનું ક્યાંકને ક્યાંક પાણીનું અપુરતુ સ્ટોરેજ પણ છે.
પાકા રોડ રસ્તા બની જવાથી જમીનમાં પાણી ઉતરતું નથી: સુજીતભાઈ ઉદાણી
રાજકોટ બિલ્ડર એસો. દ્વારા જળ એ જીવન અભિયાનને શરૂ કરવામાંઆવ્યુંછેતેમાટેબિલ્ડર સુજીતભાઈ ઉદાણીએ ‘અબતક’ સાથે વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલમાં આપણે ત્યાં પાણી જમીનમાં ઉતરતું નથી તેના મુખ્યત્વે કારણોમાં પાકા રોડ રસ્તા અને દરેક મકાન-બંગ્લોઝમાં પાકા ફળીયા હોવાથી પાણી જમીનમાં જતુ નથી અને વેફડાય જાય છે. માટે હવે જો પાણી બાબતે આપણે ગંભીર નહીં બનીએ તો આપણે પાણી વગર જીવન નિર્વાહ કરવો પડશે જે આપણા માટે અશક્ય બાબત છે. માટે હવે આપણે પાણીની બચત બાબતે ગંભીર બનવું જોઈએ કારણ કે એક સમય એવો આવશે કે આપણે પૈસા ખર્ચતા પણ પાણી નહીં મળે. તો ગામ્ય વિસ્તારમાં પણ સરપંચો અને ગ્રામ પંચાયતે પણ આ યોજનાને અપનાવીને ગામમાં ખેત તલાવડી અને કુવાઓમાં પાણી રીચાર્જ થાય તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી જોઈએ તો સાથે સાથે શહેરી વિસ્તારમાં સામાજીક સંસ્થાઓ અને બિલ્ડરોએ નાગરીકોને પાણીનાં રીચાર્જથી થતા ફાયદોઓ જણાવીને વધુને વધુ લોકો પોતાનાંથી વેડફાતા પાણીને યોગ્ય રીતે જમીન ઉતારી રીચાર્જ કરવા પ્રોત્સાહીત કરવા જોઈએે.
વોટર રિ-હાર્વેસ્ટીંગ ટેકનોલોજીને બિલ્ડરોએ અપનાવવી જોઈએ: ધૃવિકભાઈ તળાવીયા
રાજકોટ બિલ્ડર એસો.માં જોડાયેલા ધૃવિકભાઈ તળાવીયાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ રાજકોટ બિલ્ડર એસો. જળ એ જીવન અભિયાન પર કામ કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ શહેરમાં ડામર રોડ, બિલ્ડીંગનું ફલોરીંગ અને ઓપન સ્પેસ નહીંવત હોવાથી વરસાદી પાણી જે જમીનમાં ઉતરવું જોઈએ તે નથી ઉતરી શકતું. જેના માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગીચ વિસ્તાર વધતાની સાથે જ પાણીનું તર નીચે જતું રહ્યું છે. ત્યારે હવે વરસાદી પાણીની જમીનમાં ઉતારવા માટે એકસ્ટ્રા બોરની જરૂરીયાત ઉભી થઈ છે. લોકો કુદરત વિરુધ્ધ ઘણી ખરી રીતે રોડા નાખ્યા છે. ત્યારે હવે સમય આવી ગયો છે કે, આપણે સાવચેત થઈ જવું જોઈએ અને કુદરતનું જતન થવું જોઈએ. ગીચ વિસ્તાર વધતાની સાથે જ પાણીની તંગી જોવા મળે છે. ત્યારે જો રાજકોટ બિલ્ડર એસો.માં જોડાયેલા ૩૦૦ જેટલા બિલ્ડરો વોટર રિહાર્વેસ્ટીંગનો ઉપયોગ કરે તો આવનારા સમયમાં સ્થિતિમાં અનેકગણો સુધારો આવશે.
વૃક્ષારોપણ કરી શહેરને હરિયાળુ બનાવવા રાજકોટ બિલ્ડર એસો.ની નેમ: કિશનભાઈ કોટેચા
રાજકોટ બિલ્ડર એસો. અનેકવિધ લોકોને ઉપયોગી થાય તેવા કાર્યો કરી રહ્યું છે. આ તકે રાજકોટ બિલ્ડર એસો. અને સદ્ભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે ક્ધસ્ટ્રકશન સાઈટ અથવા તો ખાલી પડેલી જગ્યામાં વૃક્ષો વાવવામાં આવશે. આ વૃક્ષારોપણમાં અનેકવિધ નવી તકનીકનો પણ ઉપયોગ કરાશે. જેમાં મિયાવાકી તકનીકનો ઉપયોગ પણ કરવામાં આવશે. રાજકોટ બિલ્ડર એસો.ના યુવા વિંગના સભ્યોના જણાવ્યા મુજબ વૃક્ષારોપણ કરવાથી પ્રદુષણમાં નિયંત્રણ અને તાપમાનમાં પણ સારો એવો ઘટાડો જોવા મળશે. હાલ અનેકવિધ ઈન્કવાયરીઓ વૃક્ષારોપણને લઈ આવી રહી છે. જેમાં ન નફા, ન નુકશાનના ધોરણે માત્રને માત્ર ૧૮૦ પિયામાંફૂલનોછોડ, માટી અને છોડ ઉગાડવા માટેના લોકો સાથે રહી વૃક્ષનું રોપણ પણ કરશે. અંતમાં બિલ્ડર એસો.ના સભ્યાના જણાવ્યાનુસાર આ વૃક્ષારોપણ થકી શહેરને હરિયાળુ બનાવવાની નેમ બિલ્ડર એસો.એ લીધેલી છે.
‘જળ એ જીવન અભિયાન’ હવે જેટ ગતિએ આગળ વધશે: ગોપીભાઈ પટેલ
રાજકોટના નામાંકીત બિલ્ડર એવા ગોપીભાઈ પટેલે જળ એ જીવન અભિયાન અંતર્ગત ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયમાં લોકોને ઘરની મહત્વતા અને પાણીની મહત્વતા સમજાઈ છે. તેઓએ ઉદાહરણ આપી સમજાવ્યું કે, ૧૩૦ કરોડની જનતા જો પ્રતિદિવસ ૩ વખત હાથ ધોવે તો વરસાદી પાણીમાં અછત જોવા મળે. સરકાર આ પાણીનો સંગ્રહ કરવા ખુબ મહેનત કરી રહી છે. ત્યારે આ અભિયાન આગામી ૬ માસ પહેલા જ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ અનેકવિધ કારણોસર આ કાર્ય શકય બની શકયું ન હતું. હાલના પ્રોજેકટોમાં ૬૫ ટકા ખાલી જમીનમાં જો વરસાદી પાણી પડે અને તેને પ્રોપર પલમ્બીંગ થકી જમીનમાં ઉતારવામાં આવે તો સ્થિતિમાં અનેકગણો સુધારો જોવા મળશે. અંતમાં તેઓએ જણાવ્યું કે, આગામી તેમના તમામ પ્રોજેકટો અને ચાલુ પ્રોજેકટોમાં રિચાર્જ બોર કરવાની પહેલ તેઓ હાથ ધરશે. તેમના જણાવ્યા મુજબ આ બોર બનાવવાથી માત્રને માત્ર શહેરની જનતાને ખુબ મોટા પ્રમાણમાં ફાયદો પહોંચશે.