પ્રથમ તબક્કામાં ઓક્સિજન વાળા 5 બેડની સુવિધા ઉપલબ્ધ

કોરોના ની બીજી લહેર માં ગ્રામ્ય વિસ્તારમાં ઝડપથી કોરોના પોઝિટિવ કેસો વધી રહેલ હોય લોકોને ઓક્સિજન બેડની  તાતી જરૂરિયાત ઉભી થતી હોવાથી લોધિકા તાલુકા ના 38 ગામ ની જનતા માટે 20 બેડના ઓક્સિજન વાળા આઇશોલેશેન કોવિડ સેન્ટરની સુવિધા ઊભી કરવામાં આવેલ છે તેની પાછળ લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ કમાણી તેમજ તેમની ટીમ દ્વારા અથાગ મહેનત કરવામાં આવેલ છે.

અત્યારે યુદ્ધના ધોરણે ઓક્સિજન સુવિધાવાળા કોવિડ સેન્ટર ની શરૂઆત કરવા માટે રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય ન્યાય સમિતિ ના ચેરમેન મોહનભાઈ દાફળા દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા  મોહન મેડમ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવશિયા સાહેબને રજૂઆત કરતા લોધીકા સામૂહિક આરોગ્ય કેન્દ્રને ઓક્સિજન સુવિધાવાળા 5 બેડ તાત્કાલિકના ધોરણે શરૂ કરવાની મંજૂરી મળતા રાજકોટના ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ રાજકોટ ગ્રામ્ય ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર પ્રદેશ કારોબારી સભ્યશ્રી ચેતનભાઈ રામાણી જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાખરીયા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મનસુખભાઈ રામાણી મનીષભાઈ ચાંગેલા રાજકોટ જીલ્લા પંચાયત ન્યાય સમિતિ ના ચેરમેન મોહનભાઈ દાફડા જીલ્લા પંચાયતના દંડક અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા લોધિકા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન મુળુભાઇ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોર ભાઈ વસોયા લોધીકા તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ અનિરુદ્ધસિહ ડાભી શૈલેષભાઈ રાઠોડ દિલીપભાઈ મારકણા તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર તથા તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા લોધીકા મામલતદાર શ્રી કે.કે રાણાવશિયા ની ઉપસ્થિતિ મા ખીરસરા સ્વામી નારાયણ આશ્રમ ના સંતશ્રી ભક્તિ સ્વામી ના હસ્તે10 બેડ ઓક્સિજન સુવિધાવાળા આઇશોલેન કોવિડ સેન્ટર ની શરૂઆત કરવા આવેલ છે

તેમજ રાજકોટ જીલ્લા પંચાયત ના સદસ્ય મોહનભાઈ દાફડા ની આરોગ્ય ની ગ્રાન્ટ માંથી 10 લાખ તેમજ અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા ની ગ્રાન્ટ માંથી  10 લાખ  આરોગ્ય માટે   જીલ્લા પંચાયત તરફ  ફાળવવામાં આવેલછે તે ગ્રાન્ટ લોધીકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના  કોવિડ સેન્ટરના સાધનો ખરીદવા તેમજ   આરોગ્ય ને લગતી જરૂરી વસ્તુઓ  ખરીદવા માટે ફાળવવામાં આવેલ છે તેમ બને જીલ્લા પંચાયત સદસ્ય ઓ જણાવે છે તેમજ લોધીકાના વતની  ખોડલધામ ટ્રસ્ટ ના મંત્રી જીતુભાઈ વસોયા તરફથી લોધીકા ના કોવિડ  સેન્ટર માટે 12 બેડ તેમ ઓક્સિજન ના નોબ આપવા આવેલછે લોધીકા ના તમામ સમાજના લોકો નો પુરો સહયોગ મળેલછે તેવું લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી જણાવે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.