નારીને કૌટુબિંક, સામાજીક, કાયદાકીય સમસ્યા, નિરાકરણ તેમજ આ સંદર્ભમાં કાનૂની સહાયતા હાસલ કરવાના કામમાં યોગદાન અપાશે
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને અપરાધ વિરોધ સંગઠન દ્વારા ભારતીય નારીને કૌટુબિંક, સામાજીક, સાંસ્કૃતિક કાયદાકીય સમસ્યાઓના ઉચિત નિરાકરણમાં તેમજ આ સંદર્ભમાં સરકારી તથા કાનૂની સહાયતા હાંસલ કરવાના કામમાં તેમજ આપણા સમાજના શિશુઓ વિભિન્ન પ્રશ્ર્નો જેમ કે પરિવારમાં તેનો ઉછેર અનર્થ અવસ્થામાં તેના આર્થિક સામાજીક પ્રશ્ર્નો વ્યવસાયિક ક્ષેત્રે બાળ મજૂદરીના પ્રશ્ર્ન તેમજ આર્થિક રીતે નબળી સમાજની નારીઓ જેમકે ઉપેક્ષિત ત્યક્તા જેમકે ઉપેક્ષિત ત્યક્તા વગેરેના માટે આજીવિકા અથવા નોકરીનું પ્રાવધાન કરવામાં આ તમામ પ્રશ્ર્નોને વાચા આપવા રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મથકોમાં સશક્ત સંગઠન બનાવી સમાજના વિવિધ પ્રશ્ર્નો અને સમસ્યાઓને ઉકેલ લાવવા માટે તાલુકા ક્ષેત્રે ટીમો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને અપરાધ વિરોધ સંગઠન દ્વારા સહાય કરશે.
કોઇપણ નારીને કોઇપણ જાતની સમસ્યા માટે સોનલ ડાંગરિયા 9265596612 પર સંપર્ક કરવો. લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસો કરાશે થતા ન્યાય સામે પારદર્શક રીતે અવાજ ઉઠાવશે.
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને અપરાધ વિરોધ સંગઠન દ્વારા ચેરમેન રમેશ શાહ તેમજ નેશનલ એડવાઇઝરી બોર્ડના ટી.ડી. પટેલ અને ગુજરાત રાજ્યના મહિલા પ્રમુખ કે જે સામાજીક કાર્યમાં હમેંશા અગ્રેસર હોય એવા સોનલબેન ડાંગરિયાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે હેતલબા, દિપાલીબેન વોરા, બીનાબેન મકવાણા અને દિશાબેન કાસુન્દ્રાની નિમણૂંક કરવામાં આવે છે તેમજ હેમાબેન કક્કર, પારૂલબેન સાવલિયા,જોસનાબેન પંડ્યા, ચેતનાબેન શિંગાળા, હર્ષાબા જાડેજા, અલ્પાબેન, મધુબેન ગોહિલ, પ્રવિણાબા જાડેજા તેમજ યુથ વિંગમાં મયુર ટોપીયા, નિખિલ દોમડીયા, હિમાંશુ સંચાણીયા, ધવલ નાથાણી, કિશન કોરાટ, ધ્રુવીક ઢોલરીયા, મૌલિક સખીયા, પ્રશાંત ધામેલીયા, મંથન સોજીત્રા, વિરલ સોલંકી, પ્રિયેસ સોજીત્રા, વિમલભાઇ સોજીત્રા સહિતની ટીમ કામ કરશે.