આસપાસ બનતી ઘટનાઓને નજીવી કિંમતે ડામી દેવાનો સહેલો અને સુરક્ષિત ઉપાય લોકોને અપાયો

ડેકેલેપ ટેકનોલોજીસનું આગામી લક્ષ્ય અત્યાધુનિક અને અગ્નિશામક ‘ફલાવરવાસ’ બનાવવાનું: અનિરબાન સરકાર

સમગ્ર દેશમાં અગ્નિ એટલે કે આગની ઘટના અત્યંત દયનીય હોય છે જેનાથી અનેકવિધ લોકો ભોગ બનતા હોય છે અને એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં આગ લાગવાથી અનેક લોકોએ તેમનો જીવ પણ ગુમાવ્યો હોય ત્યારે પુણેની ડેકેલેપ ટેકનોલોજી દ્વારા ભારતની સૌપ્રથમ અગ્નિસામક પ્રોડકટનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું જેમાં થ્રો અને એફ-પ્રોટેકટ પ્રોડકટ થકી લોકો તેમનાં ઘર, ઓફિસ, કારખાના તથા અન્ય સ્થળ જયાં આગ લાગે તેમાંથી તેઓ સંપૂર્ણપણે બચી શકશે. એફ-પ્રોટેકટથી લોકોન તેમની વૈભવી ગાડી તથા ગેસ કીટવાળી ગાડી માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ પ્રસંગે રાજકોટનાં પ્રથમ નાગરિક મેયર બીનાબેન આચાર્ય, કંપનીના અનીશભાઇ હિરાણી સહિત અનેકવિધ નામાંકિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ડેકેલેપ ટેકનોલોજીસનાં પગલાને બિરદાવ્યું હતું. ડેકેલેપ ટેકનોલોજીસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે લોકોની આસપાસ બનતી આગની દુર્ઘટનાને ડામવા માટે નજીવી કિંમતે સહેલો અને સુરક્ષિત ઉપાય લોકોનાં હાથમાં આવ્યો છે. આ પ્રસંગે કંપનીનાં ચેરમેન અનિરબાન સરકાર તથા કંપનીનાં સીઓઓ ધનંજયલાડ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પ્રોડકટ વિશે માહિતી આપી તેનો ઉપયોગ પણ સમજાવ્યો હતો.

vlcsnap 2019 10 19 07h36m10s385

આ પ્રસંગે કંપનીનાં ચેરમેન અનિરબાન સરકારે આમંત્રિત મહેમાનો સમક્ષ પોતાનાં વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, તેઓ યુ.એસ.થી ૧૯૯૮માં ભારત આવ્યા બાદ અનેકવિધ ક્ષેત્રે કામગીરી હાથધરી હતી. જેમાં પ્રોટેકટ અને થ્રો નામક પ્રોડકટ નાની લગતી આગ માટે અક્ષિર ઈલાજ તરીકે સામે આવી છે. તેઓએ આંકડાકિય માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષમાં ૧.૬૭ લાખ જેટલી ગાડીઓ રોડ પર સળગી હતી જેમાં અંદાજે ૪૦૦૦થી વધુ લોકોનાં કરૂણ મોત નિપજયા હતા. આ ઘટના ઘટતાની સાથે જ ફાયર એસટીંગવીશરમાં ક્રાંતિ સર્જવાનો વિચાર આવ્યો. ડેકેલેપ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલા થ્રો પ્રોડકટ વોટર બેઈઝ હોવાથી કોઈપણ ઉંમરનાં લોકો માટે સહેજ પણ નુકસાનકારક નથી જેનાં કારણોસર કંપનીએ પ્રોડકટ વિશે સ્લોગન આપતા જણાવ્યું હતું કે, ઘર-ઘરમાં ફાયર ફાઈટર.

vlcsnap 2019 10 19 07h36m23s639

આ તકે કંપનીનાં ચેરમેન અનિરબાન સરકારે માહિતી આપતા જણાવ્યું હતું કે, કંપની ૩૦૦૦ કરોડનું નેટવર્ક ધરાવે છે અને કંપનીએ આ પ્રોડકટ ઉપર સૌથી વધુ આરએનડી કર્યું છે. કંપની હાલ ૫૦ દેશોમાં પહોંચી ગઈ છે અને તેમની નવી પ્રોડકટનાં કારણે રોજગારીની તકો પણ ઉભી થશે ત્યારે ડેકેલેપ કંપની દ્વારા આગ પર કાબુ મેળવવા માટે જે પ્રોડકટોને લોન્ચ કરવામાં આવી છે તેના માટે રાજકોટ અને સૌરાષ્ટ્રનો સપોર્ટ ખુબ જ સારો મળ્યો છે. જે અંગે કંપનીનાં ચેરમેને રાજકોટવાસીઓને બિરદાવ્યા પણ હતા.

vlcsnap 2019 10 19 07h39m45s058

આ પ્રસંગે આમંત્રિત મહેમાનોને માહિતી આપતા અનિરબાન સરકારે જણાવ્યું હતું કે, કંપનીનું લક્ષ્ય એ છે કે લોકો તેમના ઘરનાં સુશોભન માટે જે ફલાવરવાસ રાખતા હોય છે તેનું નિર્માણ અતિઆધુનિક ઢબથી કરવામાં આવે અને અગ્નિસામક પ્રોડકટ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે. આ પ્રકારની પ્રોડકટ લોન્ચ થવાથી લોકો તેનો સરળતાથી ઉપયોગ કરી શકશે. વ્યાખ્યાનનાં અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં ડેકેલેપ ટેકનોલોજીસ અનેકવિધ પ્રોડકટો સાથે બજારમાં આવશે. કારણકે તેમની કંપની એકમાત્ર કંપની છે જે ફાયર ક્ષેત્રમાં ઝંપલાવી લોકોનાં જીવ બચાવવા માટે કાર્ય કરી રહી છે જેનો પ્રતિસાદ પણ તેઓને ખુબ જ સારી રીતે મળી રહ્યો છે.

vlcsnap 2019 10 1943s197

શું છે ‘થ્રો’?

ઘરમાં કે ઓફિસમાં કોઈ નાની આગ લાગી હોય તો પ્લાસ્ટીક મટીરીયલથી બનાવેલા અને લીકવીડ પદાર્થ હોવાથી તે આગ પર નિયંત્રણ અને આગ બુઝાવી દેવામાં મદદરૂપ થાય છે. થ્રોનો ઉપયોગ કોઈપણ ઉંમરનાં લોકો કરી શકે છે અને તેની વિપરીત અસર કોઈ દિવસ કોઈ માનવજાત પર પડતી નથી. કંપની દ્વારા થ્રો પ્રોડકટને ચાર કલરવેરીયન્ટમાં બનાવવામાં આવ્યા છે. જેનાથી ઘરની શોભામાં પણ વધારો થાય અને એક શો-પીસ તરીકે પણ તેનો ઉપયોગ થઈ શકે. થ્રોની અવધી બે વર્ષની હોય છે.

શું છે ‘એફ-પ્રોટેકટ’?

હાઈવે પર ગાડીનું અનેકવિધ વખત ટેમ્પરેચર વધવાથી ગાડીમાં આગ લાગતી હોય છે જેનાં કારણે લોકોએ જીવ પણ ગુમાવવો પડે છે ત્યારે ડેકેલેપ કંપની દ્વારા ગાડીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે એફ-પ્રોટેકટ પ્રોડકટને લોન્ચ કરવામાં આવી છે જે ગાડીનાં બોનેટનાં અંદરનાં ભાગે કોઈપણ વ્યકિત દ્વારા કલેમ્પ મારફતે લગાવવામાં આવે છે જેથી જયારે પણ ગાડીનું ટેમ્પરેચર વધે અથવા ફયુલ લીકેજ થતા આગ લાગવાની શરૂઆત થાય તે સમયે તે ગેસને છોડી આગને બુઝાવી દે છે જેથી દુર્ઘટના થતી નથી અને લોકોનો જીવ પણ બચી જાય છે.

ડેકેલેપ ટેકનોલોજીસ દ્વારા બનાવવામાં આવેલા પ્રોડકટ ક્રાંતિ સર્જનાર: અનિરબાન સરકાર

vlcsnap 2019 10 19 07h35m12s300

ડેકેલેપ ટેકનોલોજીસ પુનાનાં ચેરમેન અનિરબાન સરકારે અબતક સાથે વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, કંપની ખુબ જ આનંદની લાગણી અનુભવી રહી છે. કારણકે ઘણા વર્ષોની મહેનત બાદ જે સફળતા કંપનીને મળી છે અને ડેકેલેપ કંપની જયારે આગ ડામવા માટેનાં વિવિધ પ્રોડકટો બજારમાં મુકયા છે તેને બહોળો પ્રતિસાદ મળતા એ વાત સ્પષ્ટ થાય છે કે, લોકોને તેમની પ્રોડકટ પર ખુબ જ વધુ ભરોસો છે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, ડેકેલેપ કંપનીમાં ઘર, ઓફિસ, કારખાના જેવા નાના સ્થળો પર આગ ડામવા માટે આ કામગીરીને અંજામ આપ્યો છે. ઓટોમેટીક ફાયર એસ્ટીંગવીશર હોવાથી કોઈપણ વ્યકિત આનો વપરાશ ખુબ જ સરળતાથી કરી શકશે. ઉદભવેલા એક પ્રશ્ર્નનાં ઉતરમાં તેઓએ જણાવ્યું હતું કે, થ્રો નામક પ્રોડકટ માનવ માટે અત્યંત ઉપયોગી અને તેને સહેજ પણ તકલીફ ન પડે તેવું પ્રોડકટનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે કોઈપણ વર્ગનાં લોકો તેનો ઉપયોગ કરી શકશે. અંતમાં તેઓએ રાજકોટવાસીઓનો આભાર પણ માન્યો હતો અને પ્રોડકટને આવકારવા બદલ આશાવાદ પણ દાખવ્યો હતો.

ફાયર સેકટર ઓર્ગેનાઈઝ ન હોવાથી લોકોમાં જોવા મળી રહ્યો છે જાગૃતિનો અભાવ: ધનંજય લાડ

vlcsnap 2019 10 19 07h35m23s419

ડેકેલેપ ટેકનોલોજીસ પુણેનાં સીઓઓ ધનંજય લાડે કંપનીની પ્રોડકટ વિશે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કંપની દ્વારા જે પ્રોડકટ બનાવવામાં આવી છે તેનાં બ્રાન્ડ એમ્બેસેડર સુનિલ સેટ્ટી હોવાથી બ્રાન્ડ વેલ્યુમાં પણ અનેકગણો વધારો થાય છે. આ તકે તેઓએ ફાયર પ્રોડકટ થ્રોની અવધી બે વર્ષ અને એફ-પ્રોટેકટની અવધી ૫ વર્ષ માટેની ગણાવી હતી. તેઓએ જણાવયું હતું કે, એફ પ્રોટેકટ નામની પ્રોડકટ ગાડી અને ઈન્ડસ્ટ્રીનાં ઉપયોગ માટેની છે જે થ્રો પ્રોડકટ કંપની દ્વારા બનાવવામાં આવી છે. તે પ્લાસ્ટીક અને લીકવીડનાં માધ્યમથી બનાવાય છે જેમાં એક થ્રોનાં બોકસની કિંમત ૧૫૦૦ રૂપિયા રાખવામાં આવી છે જેમાં પ્રતિ એક બોકસમાં થ્રોનાં ૪ નંગ આપવામાં આવ્યા છે. કંપની દ્વારા જે સ્લોગન રાખવામાં આવ્યું છે તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, કંપની લોકોનાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અને તેમના હિતચિંતક છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, કંપની ઘણાખરા નવા ઈનોવેશન કરી રહી છે અને આગામી સમયમાં અનેકવિધ નવી પ્રોડકટોને લોકો સમક્ષ મુકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.