અનોખી થીમથી સમાજને સંદેશો અપાયો
સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી ઝૂબેશને સમર્થન આપવા અને હર ઘર તિરંગા – ઘર ઘર તિરંગા અભિયાન થકી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે આર્ટ પેપરનો ઉપયોગ કરીને બનાવેલ 1008 રાષ્ટ્રધ્વજનું સ્ટાફ અને વિધાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમ અનોખી થીમ સમાજને એક વિશેષ સંદેશો પૂરો પડવાની છે, જેમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલ જે અંતર્ગત રાષ્ટ્રધ્વજના પરમ ગૌરવને ધ્યાનમાં રાખી, આર્ટ પેપરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. જેની અંદર તુલસી અને ફૂલોના છોડના બીજનો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
આ રાષ્ટ્રધ્વજને માટીના કુંડામાં મૂકી દીધા પછી 2 થી 6 અઠવાડિયામાં બીજ અંકુરિત થઈ છોડમાં રૂપાંતરિત થાય છે.આ કાર્યક્રમમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ ડો. ડી.જે.શાહ, ઉપપ્રમુખ ચંદ્રકાન્તભાઈ પટેલ,રજીસ્ટ્રાર ડો. પ્રમોદકુમાર પાંડે સમગ્ર ટ્રસ્ટી મંડળના સભ્યો, સ્ટાફમિત્રો તથા વિધાર્થીઓ હાજર રહેલ તથા વધુમાં આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલ દ્વારા આહવાન કરવામાં આવેલ કે દરેક સ્ટાફ અને વિધાર્થીઓને તારીખ 13 થી 15 ઑગ્સ્ટના રોજ પોતાના ઘરે તિરંગો ફરકાવી અને ઘર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવીએ અને રાષ્ટ્રવાદની ભાવનાને ઉજાગર કરીએ.રાષ્ટ્રધ્વજ બનાવવા માટે સમગ્ર યુનિવર્સિટી પરિવારના ફેકલ્ટી મિત્રો, ફેશન ડીઝાઇનિંગ અને એન.એસ.એસ.ના વિધાર્થીઓ છેલ્લા ઘણા દિવસથી કાર્યરત છે.