મહિલા કેદીઓ માટે સેનેટરી પેડ વેન્ડીંગ મશીન મુકાયું: હાઈકોર્ટના રજીસ્ટ્રાર, રાજય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર અને ડિસ્ટ્રીકટ જજ ગીતા ગોપી સહિત ઉપસ્થિત રહ્યા
રાજય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજકોટની જેલોમાં સેનેટરી પેડ વેન્ડીંગ મશીન મુકાયું અને કેદીઓનાં પરિવારજનોને કેસની માહિતી મળી રહે તે માટે ગુજલામ સોફટવેરનું લોન્ચીંગ કરવામાં આવ્યું છે. આ તકે કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર, હાઈકોર્ટના રજીસ્ટ્રાર અને ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ગીતા ગોપી ઉપસ્થિત રહ્યા હતા. જેલોમા સ્થિત મહિલા કેદીઓનાં સ્વાસ્થ્યની જાળવણી તથા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજય કાનૂની સેવા સત્તા મંડળ રાજયની સેન્ટ્રલ જેલેમાં સેનેટરી પેડ વેન્ડીંગ મશીન અને ઈન્સીનરેટર મૂકવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવેલો છે. જેના ભાગરૂપે તા.૧.૧.૨૦૨૦ના રોજ સેન્ટ્રલ જેલ, રાજકોટ ખાતે સદરહું સેનેટરી પેડ વેન્ડીંગ મશીન અને ઈન્સીનરેટર ઈન્સ્ટોલ કરવામાં આવેલ જેનું ઉદઘાટન ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના મેમ્બર સેક્રેટરી વી.કે. વ્યાસ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન કુ. ગીતા ગોપીના હસ્તે કરવામાં આવેલું છે. સદરહું ઉદઘાટન પ્રસંગની સાથે જેલમાં રહેતા કેદીઓના કુટુંબીજનોને કેદીઓનાંક સની સચોટ માહિતી મોબાઈલ ઉપર કેસની દરેક મુદતે મળી રહે તે માટે હાઈકોર્ટ તથા રાજય કાનૂની સેવા સત્તા મંડળના સંયૂકત ઉપક્રમે તૈયાર કરવામાં આવેલી ‘ગુજલામ સોફટવેર’નું લોન્ચીંગ ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર આઈ.ટી.અને આઈ.સી.ટી.એ.ટી. ઉકરાણી દ્વારા કરવામાં આવેલું છે. આ પ્રસંગે ગૃહ વિભાગના ડે. સેક્રેટરી એમ.આર. સોની જેલ સુપ્રિન્ટેન્ડન્ટ, બી.ડી. જોષી, રાજય કાનૂની સેવા સત્તા મંડળના પ્રોજેકટ ઓફીસર આર.કે.મોઢ રાજય કાનૂની સેવા સત્તા મંડળના પ્રોજેકટ ઓફીસર વી.વી. મોઢે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના સેક્રેટરી એચ.વી. જોટાણીયા, જેલરઓ, જેલના સ્ટાફ, પેનલ લોયર્સ પેરા, લીગલ વોલન્ટરીર્સ તથા જેલના પુરૂષ અને મહિલા કેદીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલા હતા.