રંગીલા રાજકોટના લોકો ભટકતા અને ખાવા-પીવાના શોખીન ગણાય છે. ત્યારે રંગબેરંગી જનતાને અનોખા સ્વાદ સાથે અનોખું વાતાવરણ મળવાનું છે. ગુજરાતમાં સૌપ્રથમવાર રાજકોટમાં રેલવે સાઇટ પર ટ્રેકની બાજુમાં ટ્રેનના કોચની અંદર રેસ્ટોરેન્ટ ’ધ ટ્રેક સાઈડ તડકા’ નામ આપવામાં આવ્યું છે. આ રેસ્ટોરન્ટની અંદર 100 લોકો થી વધારે લોકો નો સમાવેશ થઈ શકશે ગુજરાતની પ્રથમ રેલ રેસ્ટોરન્ટ નો આજે ધનતેરસ નો શુભઆરંભ થયો છે
ચાઈનીઝ પંજાબી , સાઉથ ઇન્ડિયન ,મેક્સિકન ,ફાસ્ટ ફુડ મોકટેલ ,ઓપન કાફે,આઈસ્ક્રીમ પાર્લર સાથેની અનેક વાનગીઓ રસથાળ
વેસ્ટર્ન રેલ્વેની ખુલ્લી જગ્યા અને કોચની નિંદા કરીને આવક ઉભી કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં રાજકોટમાં પ્રથમ વખત આ માટેનું ટેન્ડર રેલવે દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. અમારી કંપની ન્યાસા એન્ટરપ્રાઇઝની પસંદગી થયા બાદ, સરકારે અમને 5 વર્ષ માટે 67.06 લાખ રૂપિયાના ભાડા પર જગ્યા અને કોચ ફાળવ્યા છે. આ માટે રાજકોટ શહેરમાં એસ્ટ્રોન ચોકડી પાસે રેલવે ટ્રેક પાસે ખુલ્લી જગ્યા આપવામાં આવી છે.
ટ્રેનમાં બેસી જમતા હોય એવી ફીલિંગ આવશે ભરતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટના લોકોને કંઈક નવું આપવા માટે અમારો પ્રયાસ છે. અહીં અમે મળતી ફૂડ રેસ્ટોરાં બનાવવાના છીએ. રેલવે ટ્રેનની અંદર મુસાફરી કર્યા વગર ટ્રેનમાં બેસી જમતા હોય એવી ફીલિંગ પ્રાપ્ત થશે. બાજુમાં રેલવેટ્રેક હોવાથી કોચ પર ઓપન સિટિંગ વ્યવસ્થા કરી એક ટ્રેનની બાજુમાં બીજી ટ્રેન જતી હોય એવું પણ ફીલ કરાવવામાં આવશે રાજકોટની જનતા પણ આ અમારા નવા ક્ધસેપ્ટને આવકારશે અને સ્વીકારશે એવો અમને વિશ્વાસ છે.
કોચની ઉપરની સાઇડ સિટિંગ વ્યવસ્થા હશે આ રેસ્ટોરાંની ડિઝાઈન આકર્ષિત બનાવવા અને લોકોને પસંદ આવે એવી બનાવવા આર્કિટેક્ટ દ્વારા ખાસ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. રેલવેનાં એલિમેન્ટ્સનો ઉપયોગ કરી આખી રેસ્ટોરાંની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. રેસ્ટોરાંમાં કોચની અંદર એક સમયે 100 વ્યક્તિ બેસી શકે એવી સિટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત બહાર બેસવા માગતા ગ્રાહકો માટે કોચની આસપાસનો વિસ્તાર પણ વિકસાવવામાં આવશે. કોચની ઉપરની સાઇડ ઓપન એરિયામાં બેસવા માગતા લોકો માટે કોચની ઉપરની સાઈડ પણ સિટિંગ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.
ટ્રેનમાં એક ખાસ ભીંતચિત્ર પણ લેવામાં આવ્યું છે. નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકોને ધ્યાનમાં રાખીને એવું આયોજન કરવામાં આવ્યું છે કે લોકો એક અલગ લાગણી સાથે તેમના પરિવાર સાથે રેલ રેસ્ટોરન્ટની મજા માણી શકે.
તમને ચાઈનીઝ પંજાબી કોન્તીનેટલ સાઉથ ઇન્ડિયન મેક્સિકન ફાસ્ટ ફૂડ મોકટેલ ઓપન ડિનર આઈસ્ક્રીમ પાર્લર સાથે અનેક વાનગીઓ પીરસવામાં આવશે
સૌરાષ્ટ્રના લોકો માટે અનોખું પ્રવાસીઆકર્ષણબનશે.ઉલ્લેખની છે કે રાજકોટ શહેર અને તેની આસપાસ અનેક રેસ્ટોરાં છે, પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે આ અનોખું પ્રવાસન આકર્ષણ બનશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ માટે બની રહેશે, કારણ કે ગુજરાત આખામાં પ્રથમ આ પ્રોજેક્ટની કે શરૂઆત રાજકોટથી રેલવે દ્વારા કરવામાં આવી છે. ટ્રેનમાં મુસાફરી કર્યા વગર લોકો ટ્રેનના કોચમાં બેસીને જમતા હોય એવો આનંદ માણી શકશે. રેસ્ટોરેન્ટની પત્રકાર પરિષદમાં વિશેષ માહિતી શામજીભાઈ મેપાભાઇ ડાભી તાલુકા પંચાયતના ચેરમેન ભરતભાઈ શામજીભાઈ ડાભી અને આનંદભાઈ રમેશભાઈ ડાભી હતી