RPJ હોટલ ખાતે ગેહના એક્ઝીબીશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 31 જુલાઇ શનિવારથી લઇને કાલ સુધી એટલે કે 1 ઓગષ્ટ 2021 આ એક્ઝીબીશન રંગીલા રાજકોટના રહેવાસીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેના રાજકોટ સહિત અમદાવાદ અને સુરતના પ્રખ્યાત જ્વેલર્સ હાજર રહ્યાં હતા અને તમામ પાસે રાજકોટના લોકો માટે અવનવીન વેરાયટી પણ ખરી આ અંગે તમામ જ્વેલર્સ ‘અબતક’ સાથે વાતચીત કરી હતી અને વીના જ્વેલર્સ અને અમદાવાદના અભિષેક ઝવેરી પણ હાજર રહ્યાં હતાં.
લોકોનો ગેહના એક્ઝીબીશનને જબ્બર પ્રતિશાદ: ધર્મેશભાઇ
ગેહના એક્ઝીબીશનના આયોજક ધર્મેશભાઇ ‘અબતક’ સાથેની વિશેષ વાત-ચિત દરમિયાન જણાવે છે કે તેઓ એક્ઝીબીશનનું આયોજન આમ તો ઘણા સમયથી કરી રહ્યાં છે અને ગુજરાતભરમાં તમામ શહેરોમાં પણ કરી રહ્યાં છે અને અમારો આ આયોજન કરવા પાછળનો હેતુ એ જ છે કે લોકોને એક છત નીચે જ જ્વેલરીમાં તેમના પસંદગીની અવનવી વેરાયટી આપીએ એ પણ એમને પોસાય એવા ભાવમાં ત્યારે
ગેહનામાં અર્જુન જ્વેલર્સે મોતીનું કલેકશન ઉભું કર્યું
અર્જુન જ્વેલસના બ્રાન્ચ મેનેજર યશ ઠુમ્મરે ‘અબતક’ સાથે વિશેષ વાત-ચિત દરમિયાન જણાવે છે કે આમ તો અર્જુન જ્વેલર્સ રાજકોટમાં પ્રખ્યાત તો છે જ પરંતુ ગેહના એક્ઝીબીશનમાં રાજકોટના રહેવાસીઓ માટે ખાસ તો મોતીનું કલેક્શન લાવી રહ્યાં છે.
સુરતનું કાંતિલાલ જવેલર્સ ગેહના એક્ઝિશિનનું બન્યું ઘરેણું
સુરતના કાંતિલાલ જ્વેલર્સમાંથી ઇશાની ચોક્સી ‘અબતક’ સાથે ખાસ વાતચીત દરમ્યાન જણાવે છે કે અમે ગેહના એક્ઝીબીશનને બીજી વાર કરી રહ્યાં છે અને લોકોમાં ખૂબ સારો સપોર્ટ અને રીસપોન્સ દર વખત જોવા મળી રહ્યો છે. ખાસ તો આ વખત ઘણી નવી ધૂપ માટેની જ્વેલેરી અમે લાવી રહ્યાં છે જે અમારી ખાસીયત પણ છે.
મનીષ ભીંડી જ્વેલર્સ રીટેલ માર્કેટમાં આવી રહ્યું છે
મનીષ ભીંડી જ્વેલર્સના માલીક મનીષ ભીંડી ‘અબતક’ સાથે વિશેષ વાતચીત દરમિયાન જણાવે છે કે અમે ઘણા સમયથી હોલસેલીંગ ક્ષેત્રમાં હતા અને હવે દિવાળીમાં અમે રીટેલ માર્કેટમાં પણ મૂકવા જઇ રહ્યાં છે અને લોકો માટે જ્વેલર્સમાં 898 અવનવી વેરાયટી લાવી રહ્યાં છે.
લોકા આ બાબતને સમજી ગેહના એક્ઝીબીશન ખૂબ સારો રીસપોન્સ મળે જ છે, આશા છે આ વખતે પણ લોકો અહીં આવી અને કલેક્શન જોવે.