ટિપ્સ મ્યુઝિક કંપની દ્વારા ગુજરાતી સાહિત્યને વધુ સમૃધ્ધ બનાવતાં ગુજરાતી ગીતોનું નવું આલ્બમ બહાર પાડવામાં આવ્યું છે. પરંપરાગત ગીતોની સાથે સાથે ભાર્ગવ પુરોહિતે લખેલા ગીતો પણ આલ્બમમાં સામેલ કરવામાં આવ્યાં છે. બે લોક ગીતો તેમાં જોડવામાં આવ્યા છે.
માર તો મેળે અને રૂપાળી મેળે હાલ એવા બે ગીતોનું શૂટીંગ રાજસ્થાન કરવામાં આવ્યું હતું. જેના શૂટીંગ વખતે મરુ ભૂમિ પર ઇન્ડિયા લોક મેળો પણ ચાલી રહ્યો હતો. આ ગીતોને મશહૂર ગાયકી ઇશાની દવેએ અવાજ આપ્યો છે. હરિઓમ ગઢવીના અવાજમાં પણ ગીતને સ્વરબધ્ધ કરાયાં છે. ભાર્ગવ પુરોહિતે વધારાના દુહા લખ્યા છે જે દરેક ગીતની શરૂઆતમાં આવે છે.
ઇશાની દવેએ આલ્બમ અંગે જણાવ્યું હતું કે માર તો મેળે એક નટખટ મસ્તીભર્યુ ગીત છે. આવું ગીત મેં અગાઉ ગાયુ ન હતું. મને હંમેશા આપણી સંસ્કૃતિને ઉજાગર કરવામાં રસ રહ્યો છે. લોક સંસ્કૃતિને નવી પેઢી સમક્ષ લાવવાની મારી હંમેશા ઇચ્છા રહી છે. વ્હાઇટ નોઇસ દ્વારા બજારમાં મુકાયેલા આલ્બમનું સંગીત એકદમ પરંપરાગત રહ્યું છે. લોકોમાં સારુ આકર્ષણ જમાવી શકે એવા ગીતો છે.