108 ફોટોગ્રાફરોએ કરેલી 275થી વધુ ફોટોગ્રાફસ પ્રદર્શિત કરાયા
રાજકોટવાસીઓ વર્ષ દરમ્યાન અલગઅલગ તહેવારોમાં વિવિધ વસ્તુઓનાં પ્રદર્શનની મુલાકાત લેતા હોય છે. ત્યારે શહેરમાં ફોટોગ્રાફી કલબ ઓફ રાજકોટ દ્વારા તા.24થી 26 ડિસે. દરમ્યાન શ્યામ પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્સ ખાતે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ફોટોગ્રાફી કલબ રાજકોટ સભ્યો વર્ષ દરમ્યાન વિવિધ પ્રકારની ફોટોગ્રાફી કરે છે તેમજ એક બીજા સાથે સુમેળ સાધી વિદ્યાર્થી ભાવથી એકબીજાને આ કલા શીખવે છે.
આ ગ્રુપના ફોટોગ્રાફીની કળામાં ઉંડુ જ્ઞાન ધરાવતા શમશેર સિંઘ સુચારીયા નીરવ રાવલ, તપન શેઠ, ડો. વિમલ હેમાણી, નીરવ મહેતા, બાબુભાઈ કુંજુ વગેરે ખૂબજ મહેનત અને ખંતથી ફોટોગ્રાફીની દુનિયાના નવા નિશાળીયાઓને ફોટોગ્રાફી શીખવે છે. અને વિવિધ પ્રકારની ફોટોગ્રાફી કરવાની તક આપતા હોવાની યાદીમાં જણાવ્યું છે.આ ગ્રુપના અન્ય કાર્યરત સભ્યોમાં અભિષેક બગડા, વત્સલ કાપડીયા, રીષમ સરપદડીયા, કૌશલ શાહ, બિહારી સોની વગેરે ખૂબજ કુશળતા પૂર્વક ફોટોગ્રાફી શીખી તેમજ શીખવાડી રહ્યા છે.
2021માં નાતાલ દરમ્યાન ગત વર્ષની જેમ જ એક અનોખું એટલે 108થી પણ વધુ સભ્યોના 275થી પણ વધુ ફોટોગ્રાફસનું એકિઝબીશન કમ સેલનું આયોજન આજથી કરવામાં આવ્યું છે.રંગીલા રાજકોટને આવો નજારો આ વર્ષે પણ જોવા મળવાનો છે. આ પ્રદર્શનનું આયોજન આજથી 26 ડિસે. દરમિયાન શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસ કોર્ષ ખાતે યોજાઈ રહ્યું છે.જેનો સમય 10 થી લઈ રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે.આ એકિઝબીશનનું ઉદઘાટન આજે સવારે ઝુપડપટ્ટીનાં નાના નાના ભૂલકાઓ દ્વારા કરવામા આવશે.આ એકિઝબિશન કમ સેલનું જે આવક થશે તેનોઉપયોગ ઝુપડપટ્ટીના બાળકોનાં અભ્યાસ માટે કરવાનો નિર્ણય લીધેલ છે. આજે શરૂ થયેલા ફોટોગ્રાફી પ્રદર્શનનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.