કાયદો અને વ્યવસ્થાની સંગીત સ્થિતિ જાળવવાની ખાત્રી આપતા વિજયભાઈ ‚પાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખંભાળીયામાં જિલ્લા પોલીસ વડા કચેરી ખંભાળીયા તથાભાણવડ તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામા આવ્યું હતુ આ પ્રસંગે તેમણે વિષયાનુસાર કાયદો વ્યવસ્થાની સંગીત સ્થિતિ બનાવવા પણ ખાત્રી આપતા ઉપસ્થિત જનમેદનીમાં સ્મિત ફકયુર્ં હતુ.

રાજય સરકાર દ્વારા ખંભાળીયામાં રૂા.૧૦ કરોડ ૬૫ લાખના ખર્ચે જિલ્લા સેવા સદનના પરિસરમાં જિલ્લા પોલીસ વડાની લાજવાબ ફેશેલીટી તથા અધતન ટેકનોલોજી સાથે કચેરી નિર્માણ કરવામાં આવી છે. જેમાં હાલ રોહન આનંદ એસ.પી. તરીકે સેવા આપી રહ્યા છે.તે ભવ્યાતીત બિલ્ડીંગ.

તથા ખંભાળીયા અને ભાણવડ ખાતે રૂા.૪ કરોડ ૨૭ લાખના ખર્ચથી ભવ્ય તાલુકા પંચાયત કચેરીના લોકાર્પણ પ્રસંગે જનસમુદાયને વિશ્ર્વાસ આપવા આ મુજબ પ્રાસંગીક રજૂ કરવામાં આવ્યું હતુ જેમાં સમગ્ર સમાજમાં કાયદો વ્યવસ્થાને તદસ્ય બનાવવા માટે ગુન્હેગારો છટકે નહી અને નિદોર્ષ દંડાય નહિ તે માટે કામગીરી કરવામા આવી છે.

મહિલાઓની ગરદન પર હાથ નાંખી ચીલ ઝડપ કરનારને સાત વર્ષની જેલ સજા તથા દારૂ-જુગાર અને ગૌ હત્યાને ડામવા અને પ્રયત્નશીલ છીએ.

ખંડણીખોરો ખનીજચોરો માફીયાઓ ગુંડાગીરી કરનારાને નેસ્ત નાબુદ કરવામાં આવશે સમાજના આવા દુષણમૂર્તિઓને લાગવગના જોરે બક્ષવામાં આવશે નહિ સી.સી.ટીવી કેમેરાની મદદથી ગુન્હેગારો કયાંય છટકી ને જઈ શકશે નહિ ટેકનોલોજીના માધ્યમથી ખરા ગુન્હેગારોને જે સજા આપવામા આવશે. સાઈબર ક્રાઈમને રોકવા અમો પ્રયત્નશીલ છીએ તેવી ધારણા આપવામાં આવતા લોકોમાં રાહત થઈ હતી.

આ સાથે ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં જીલ્લા મહિલા પ્રમુખ મનિષાબેન ત્રિવેદી, કુંદનબેન આરંભડિયા, ઉષાબેન બોડા, મેઘાબેન વ્યાસ, આર.એન. રાજયગુરૂ તથા શહેર પ્રમુખ મનુભાઈ મોટાણી, દિનેશભાઈ દતાણી ઈન્દ્રજીતસિંહ પરમાર, દિલીપભાઈ ધધડા, પી.એમ. ગઢવી, અમિતભાઈ શુકલ, હસમુખભાઈ નકુમ ભીખુભા જેઠવા, કિરીટભાઈ ખેતીયા અશોકભાઈ કાનાણી, ભરતભાઈ જોગલ, દિવુભાઈ સોની, અનિલભાઈ તન્ના, પરબતભાઈ સુવા વિગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.