ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા દ્વારા આયોજન નાર લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની કંકોત્રીઓ ઊંઝા મુકામેથી તૈયાર થઈ વઢવાણ ઉમિયા માતાજી મંદિર ખાતે આવી ગયેલ છે.
સમગ્ર ગુજરાતમાં કંકોત્રીઓ વિતરણની શુભ શરૂઆત સુરેન્દ્રનગરી નાર હોઈ આજરોજ સવારના ૯:૩૦ કલાકે વઢવાણ ઉમિયા માતાજી મંદિર ખાતે કંકોત્રી પૂજન કાર્યક્રમ તેમજ કંકોત્રી સાથે પધારનારનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ સમાજના આગેવાનો, કાર્યકરો તેમજ ભાઈઓ-બહેનોની વિશાળ ઉપસ્થિતીમાં યોજાયો હતો.
મા નું તેડું ૧૦ લાખ આમંત્રણ પત્રિકાઓના સૌજન્યની જવાબદારી લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના કન્વીનર બીજા પાટલાના યજમાન પરિવારજન તેમજ મેપ રીફોઈલ્સ ઈન્ડિયા લિ., અમદાવાદના ચેરમેન અરવિંદભાઈ કચરાદાસ પટેલ પરિવાર તરફથી વહન કરી મહોત્સવના ભગીર કાર્યમાં ઉમદા સહયોગ પ્રાપ્ત થયેલ છે.
લક્ષચંડી મહોત્સવના ભાગરૂપે ઉમિયા માતાજી મંદિરેથી ભવ્ય જયોત સંકલ્પ યાત્રા નીકળી
ઉંઝામાં ઉમિયા માતાજી લક્ષચંડી મહોત્સવના ભાગરુપે શનિવારે રાત્રે ઉમિયા માતાજી મંદિરેથી ભવ્ય દિવ્ય જયોત સંકલ્પ યાત્રા નીકળી હતી. જેમાં રપ હજારથી પણ વધુ સ્વયં સેવકો જોડાયા હતા. યાત્રા જીમખાના મેદાનમાં પહોંચી જયાં લક્ષચંડી મહાયણને સફળ બનાવવા સૌ સાથે મળી કામ કરીશું તેવો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મણિભાઇ મમ્મી, મંત્રી દીલીપભાઇ નેતાજી, મહોત્સવના ચેરમેન બાબુભાઇ જે.પટેલ, કન્વીનર અરવિંદભાઇ પટેલ, માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશભાઇ પટેલ સહીત જોડાયા હતા. બાદમાં કીર્તીદાન ગઢવીનો લોકડાયરો માણ્યો હતો. એમ રાજકોટના પ્રો. એમ.જે. પનારાની યાદીમાં જણાવાયું છે.