પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના હસ્તે ઉદઘાટન
મધ્યમવર્ગનાં લોકોને વ્યાજબી દરે મળશે આધુનિક સારવાર
દર્શન ડેન્ટલ કલીનીક પટેલ ચોક હરીધવા માર્ગ રાજકોટ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે જેનું પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મેયર જૈમનભાઈ ઉપાધ્યાય સહિત વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
દર્શન ડેન્ટલ કલીનીકનાં ડો. મોહિત પાંભર અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, આજથી ૬ વર્ષ પહેલા મવડી ચોકડી ખાતે જે હોસ્પિટલ કાર્યરત હતુ તેનું ઉદઘાટન કેશુભાઈ પટેલના હસ્તે કરાયું હતુ જયારે બીજીવાર પણ કેશુભાઈના હસ્તે કરવામાં આવ્યું છે. ૬ વર્ષ પહેલા દવાખાનાની શરૂઆત થઈ ત્યારે કોઠારીયા વિસ્તારવાસીઓની આશા હતીકે આપણા વિસ્તારમાં પણ અન્ય સેટઅપ ચાલુ કરો ત્યારે આપણે આજે ૬ વર્ષ બાદ સારી સગવડતા સાથે ભવ્ય મશીનો, એકસ-રે મશીનો, તેમજ તમામ અન્ય પ્રકારની ફેસીલીટી સાથે કોઠારીયા વિસ્તારમાં નવુ સોપાન શરૂ કર્યું છે.
બંને દવાખાનાઓ મધ્યમ વર્ગ વિસ્તારમાં છે જયાં મધ્યમ વર્ગને સારામાં સારી સગવડો એ પણ વ્યાજબી ભાવમાં અને તેમને પોસાય શકે તે હેતુતી આ દવાખાનું કાર્યરત કર્યું છે.
સૌરાષ્ટ્રના લોકોમાં થોડી અવરનેસ ઓછી છે કેમકે દાંત છે તો જ આપણું પેટ છે. તેની અવરનેસ માટે અમે સતત જહેમત ઉઠાવીએ છીએ. લોકો સુધી પહોચવા માટે ધણા બધા પ્રયાસો કરીએ છીએ. અમારી પાસે આવતા દર્દીઓને અમે બધી રીતે માહિતગાર કરીએ છીએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com