શહેરના સામતસર તળાવના આરાઓ અને મુક્તિધામ ખાતે “સ્વચ્છતા દિન” નિમિત્તે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો
ભારત સરકાર દ્વારા ચાલુ માસ દરમિયાન ગ્રામ સ્વરાજ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. આ અભિયાન દરમ્યાન સ્વચ્છતા અને પંચાયતી રાજ સંસ્થાઓના સશકિતકરણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલ છે.
જે અભિયાનને સફળ બનાવા હળવદ નગરપાલીકા દ્રારા પાલીકાના ચૂંટાયેલ સભ્યો તેમજ પક્ષના આગેવાનોએ સામંતસર તળાવના આરેથી સફાઇ ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો.
તા.૧૪ થી તા. ૫ મે દરમિયાન શહેરની વિવિધ સ્થળોની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં હળવદનું ઐતિહાસિક સામતસર તળાવના આરાઓની નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ આગેવાનોએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.
આ સ્વચ્છતા અભિયાનમાં હળવદ નગરપાલીકા પ્રમુખ હિનાબેન રાવલ, શહેર ભાજપ પ્રમુખ અજયકુમાર રાવલ, બિપીનભાઈ દવે, ઈન્જીનિયર જે.એમ. પરમાર, જીજ્ઞેશ રાવલ જોડાયા હતા.
તો બીજી તરફ હળવદ શહેર યુવા ભાજપ દ્વારા હળવદના મુક્તિધામ ખાતે સ્વચ્છતા દિન નિમિત્તે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ જયેશભાઇ પટેલ, સંદીપ પટેલ, જયદીપ હૂંબલ, તપન દવે, રવિભાઈ પટેલ, મેહુલ પટેલ , ભૂરાભાઈ મલ, પ્રતાપ રબારી સહિતના જોડાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com