અંબાજી માતાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે ૨૦૧ બાળાઓને ભોજન પ્રસાદ
નામલ ચેરીટેબલ ટ્રસ્ટ (નામલધામ ગ્રુપ) આયોજીત સમસ્ત ચૌહાણ (મોચી) પરિવારની પરીચય પુસ્તિકાનું વિમોચન તાજેતરમાં રામનાથ મહાદેવના સાનિઘ્યમાં અને રાંદલ માતાજીના મંદિરે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાજપ અગ્રણી જીતુભાઈ મહેતા, વોર્ડ નં.૭ના કોર્પોરેટર અજયભાઈ પરમાર અને વોર્ડ નં.૬ના મહિલા પ્રમુખ કિન્નરીબેન ચૌહાણ (મોચી) તથા મોચી સમાજના લોક–લાડીલા અગ્રણી એસ.એન.ચૌહાણ તથા રંઘોળાથી પધારેલ જયંતી ભગત તથા નામલધામ ગ્રુપને કાયમી પ્રોત્સાહન આપતા જયંતીભાઈ આર.ચૌહાણ (સરધાર) તથા પ્રેસ રિપોર્ટર સુરેશભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરીને કરવામાં આવેલ.
બુક વિમોચન તથા અંબાજી માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ૨૦૧ બાળા (કુંવારકા)ઓને ભોજન (પ્રસાદ) સાથે શૃંગાર અર્પણ કરી આશીર્વાદ મેળવેલ તેમજ નામલધામ ગ્રુપના સભ્ય શાસ્ત્રી મહેશભાઈ ભાનુશંકર ઠાકરના રાંદલ માતાજીના મંદિરે અંબાજી માતાજી, હનુમાનજી મહારાજ તથા ગણપતિ મહારાજની નુતન પ્રતિમા યજ્ઞમાં સહભાગી બની અને અર્પણ કરીને તથા સામાજીક કાર્ય દ્વારા દેવના કૃપા પાત્ર થઈને સમાજના પ્રશંસા પાત્ર બનેલ હતા.
આ પરીચય પુસ્તિકાના ભવ્ય પ્રસંગે એસ.એન.ચૌહાણે શેરો શાયરીઓથી મોચી સમાજમાં જેમ રંગોળીમાં રંગો પુરી અને શોભામાં વધારો કરે તેમ આ પ્રસંગને શોભાવ્યો હતો સાથે નામલ ચેરીટેબલ ટ્રસ્ટ (નામલધામ ગ્રુપ) દ્વારા સમસ્ત ચૌહાણ (મોચી) પરીવારની પરિચય પુસ્તિકા બનાવવા માટે સહયોગ આપેલ એમને સન્માનપત્ર અર્પણ કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું તથા આ કાર્યક્રમને સફળ બનાવવામાં નામલધામ ગ્રુપની સાથે સાથે મોચી સમાજનો સંપૂર્ણ સાથ સહકાર સાથે સિંહફાળો મેળવી ધન્યતા પ્રાપ્ત કરેલ.