- વાન દ્વારા ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારમાં રકતદાન કેમ્પ કરાશે: વાઘ બકરી ગ્રુપના સભ્યો રહ્યા હાજર
- મુનિ સેવા આશ્રમ દ્વારા સંચાલિત કૈલાશ કેન્સર હોસ્પિટલ રિસર્ચ સેન્ટર , કેન્સરના દર્દીઓને સસ્તા દરે વિશિષ્ટ સારવાર પૂરી પાડે છે.
અબતક, રાજકોટ ન્યૂઝ : વાઘ બકરી ટી ગ્રૂપ, નાગરિકોના સ્વાસ્થ્ય માટે સર્વોચ્ચ મહત્વ આપે છે માટે ગ્રૂપ શ્રેષ્ઠ ગુણવત્તાની ચા વેચવા ઉપરાંત, તેની સીએસઆર પહેલ દ્વારા આરોગ્ય ક્ષેત્રમાં પણ યોગદાન આપે છે. જેમ જેમ જીવનશૈલી બદલાઈ રહી છે તેમ તેમ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને કેન્સર જેવા બિનચેપી રોગોનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. વર્તમાન સમયમાં કેન્સરની સારવાર ઉપલબ્ધ છે. જે લાંબી અને વિશેષ જરૂરિયાત સાથે હોય છે. મુનિ સેવા આશ્રમ દ્વારા સંચાલિત કૈલાશ કેન્સર હોસ્પિટલ રિસર્ચ સેન્ટર , કેન્સરના દર્દીઓને સસ્તા દરે વિશિષ્ટ સારવાર પૂરી પાડે છે. હોસ્પિટલમાં બ્લડ કેન્સરની સારવાર માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની સુવિધા છે. વધુમાં, હોસ્પિટલ દરરોજ સંખ્યાબંધ કેન્સર સર્જરી કરે છે, જેમાં દરરોજ તાજા લોહી અને લોહીના ઘટકોની જરૂર પડે છે.
વાઘ બકરી ટી ગ્રૂપે, અત્યાધુનિક, ’બ્લડ કલેક્શન એન્ડ ટ્રાન્સપોર્ટેશન વાન’ મુનિ સેવા આશ્રમને સીએસઆર અંતર્ગત આપી છે. આ વાન દ્વારા નજીકના ગામડાઓ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં રક્તદાન માટેના કેમ્પ કરવામાં આવશે અને આમ હોસ્પિટલની લોહી માટેની જરૂરિયાતોને પૂરી કરવામાં આવશે. રસેશભાઈ દેસાઈ (વાઘ બકરી ટી ગ્રુપના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર)ના શુભ હસ્તે આ વાનનું જાહેર લોકાર્પણ કરવામાં આવ્યું . આ પ્રસંગે વાઘ બકરી ટી ગ્રુપના, ડિલરો, ડિસ્ટ્રીબ્યુટરો અને કર્મચારીઓ ઉપરાંત મુનિ સેવા આશ્રમ મુખ્ય ટ્રસ્ટી ડો. વિક્રમ પટેલ અને સ્ટાફ હાજર રહ્યાં હતા.
પારસભાઈ દેસાઈ – વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વસ્થ ભારતનું ધ્યેય આપ્યું છે. આ ધ્યેયમાં આ વાન દ્વારા યોગદાન આપવા માટે વાઘ બકરી ટી ગ્રુપ સંતોષ અનુભવે છે. રક્તદાન કેમ્પના આયોજન કરીને કેન્સરના દર્દીઓની સારવાર માટે વાન ભૂમિકા ભજવશે અને ઘણા લોકોના સ્વાસ્થ્ય સુધારવા માટે તકો પૂરી પાડશે. વાઘ બકરી ટી ગ્રુપ આ વિસ્તારની શ્રેષ્ઠ કેન્સર હોસ્પિટલોમાંની એક એવી કૈલાશ કેન્સર હોસ્પિટલ રિસર્ચ સેન્ટર સાથે સહયોગ કરવામાં ખૂબ જ ગર્વ અનુભવે છે.
વાઘ બકરી ટી ગ્રુપ લોકોના સ્વાસ્થ્ય માટે અનેક ગણું મહત્વ આપે છે. શ્રેષ્ઠ ગુણવતાવાળી ચા વેચવા સાથોસાથ સી.એસ.આર. એકેટીવી પણ કરવામાં આવે છે. આજે અમે બ્લડ કલેકશન એન્ડ ટ્રાન્સપોર્ટેશન વાનનું લોકાપર્ણ કર્યું છે. આ વાન મારફતે ગામડાઓમાં તથા આસપાસનાં વિસ્તારમાં રકતદાન માટેના કેમ્પો કરાશે.