ગુજરાતના 70 આટીર્ર્સ્ટોના 140 વિવિધ ચિત્રોનું પ્રદર્શન સાથે યુવા કલાકારો માટે લાઇવ ડેમોેનું આયોજન
આકૃતિ આર્ટ ગ્રુપ રાજકોટ દ્વારા આજથી ત્રણ દિવસ માટે ચિત્રોનું પ્રદર્શન ખુલ્લુ મુકાયું હતું. કચ્છ, સુરત, જામનગર, ગોંડલ જેવા સૌરાષ્ટ્રના વિવિધ શહેર સાથે રાજકોટના કલાકારના સુંદર ચિત્રો આ પ્રદર્શનમાં કલારસીકોને જોવા મળશે. કાલે અને રવિવારે જાણીતા ચિત્રકારો દ્વારા યુવા કલાકારો માટે લાઇવ ડેમો શોનું પણ આયોજન કરેલ છે.
સવારે 10 થી રાત્રીના 9 સુધી સળંગ ખુલ્લુ રહેનાર આ ચિત્ર પ્રદર્શનમાં આર્ટીસ્ટોના એબસ્ટ્રેક, સ્કેચ, એક્રેલીક, થ્રીડી, લેન્ડ સ્ક્રેપ, ક્રિએટીવ, કેરીકેયર જિેવા વિવિધ આર્ટ વર્ક જોવા મળે છે. આ પ્રદર્શનની વિશિષ્ટતામાં 1ર વર્ષીય નાની બાળ ચિત્રકાર રાહી પટેલના ચાર ચિત્રો સાથે પહેલીવાર ફ્રાન્સજેન્ડર ચિત્રકાર પાયલ રત્વાની આર્ટ કલા પણ જોવા મળે.
પ્રદર્શન ઉદઘાટના સમારોહમાં બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાઘ્યાય નિવૃત આર.ટી.ઓ. જે.વી.શાહ, ચિત્ર શાળાના ઉદય ત્રિવેદી, કાર્ટુનિસ્ટ સંજય કોરીયા તથા જાણીતા આર્ટીસ્ટ તૃષાર પટેલ તથા અંજના પડિયા ખાસ હાજર રહીને યુવા કલાકારોને પ્રોત્સાહન પુરુ પાડેલ હતું. સમગ્ર આયોજન આકૃતિ આર્ટ ગ્રુપ રાજકોટનાં જયદિપ પરમાર, અંજના પડિયાના માર્ગદર્શન તળે વકીંગ કમીટીના ચિત્રકારો રાજવી પંડયા, કરણ પરમાર, યાત્રી પ્રજાપતિ, એશ્ર્વર્યા પાટડીયા વિગેરે જહેમત ઉઠાવીને પ્રદર્શન સફળ બનાવ્યું હતું. આયોજનમાં રાજકોટ વિઝયુલ આર્ટ સોસાયટી અને બોલબાલા ટ્રસ્ટનો વિશેષ સહયોગ મળ્યો છે.
આ પ્રદર્શનમાં યુવા કલાકારો માટે કાલે અને રવિવારે જાણીતા આર્ટીસ્ટો અશ્ર્વીન ચૌહાણ અને તૃષાર પટેલનો લાઇવ ડેમો રાખવામાં આવેલ છે જેનો લાભ લેવા આયોજકોએ જણાવેલ છે.
ચિત્ર પ્રદર્શન જ આર્ટીસ્ટોને પ્રોત્સાહન આપે: કાર્ટુનિસ્ટ સંજય કોરીયા
જાણીતા કાર્ટુનિસ્ટ સંજય કોરીયાએ જણાવેલ છે કે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દાયકાથી આર્ટ વર્ક ક્ષેત્રે નોંધનીય કાર્ય થતાં વિવિધ પ્રદર્શનો યોજાતા યુવા ચિત્રકારો તથા જાણીતા આર્ટીસ્ટોને તેની કલા બતાવવાનો મોકો મળે છે આવા ચિત્ર પ્રદર્શનો જ કલાકારોને પ્રોત્સાહન ન આપે છે આજના યુગમાં થ્રીડી પેઇન્ટીંગનો ભારે ક્રેઝ જોવા મળે છે.
કોરોના કાળના નવરાશના સમય તો આર્ટીસ્ટોએ સારો ઉપયોગ કર્યો: જાણીતા ચિત્રકાર કૃપા જોશી
જાણિતા ચિત્રકાર કૃપા જોશીએ જણાવ્યું છે કે કોરોના કાળના નવરાશના સમયમાં કલાકારોએ પોતાની કલા ક્ષેત્રે સમય ફાળવીને નિજાનંદ સાથે ઉમદા કલા કૃતિ નિર્માણ કરી છે. આજના પ્રદર્શનમાં 70 થી વધુ કલાકારો એ સુંદર ચિત્રો રજુ કર્યા છે. કલા સાથે જીવતો માણસ પોતાના ક્રિએશનને જ પ્રેમ કરતો હોય છે. લોકો જયારે પોતાની કલાને નિહાળે ત્યારે તેને પ્રોત્સાહન મળતું હોય છે.