મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસના ૧૦ દેશોમાં ૨૫૦ જેટલા શોરૂમ: મિડ સીઝન સેલમાં ગોલ્ડ જવેલરીના મેકિંગ ચાર્જિસ પર ૫૦ ટકા સુધીની છુટ, ડાયમંડ પર ૨૦ ટકા  સુધીની છુટ, ૨૨ કેરેટ જૂના ગોલ્ડના એકસચેન્જ પર ૦ ટકા કપાત

 

દુનિયામાં પાંચ સૌથી વિશાળ ગોલ્ડ અને ડાયમંડ રિટેઈલ ચેઈનમાંથી એક મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ તેની મિડ સીઝન સેલ ઝુંબેશના ભાગરૂપે તેના ગ્રાહકો માટે ઓફરોની વ્યાપક શ્રેણી સથે ગુજરાતની બજારમાં ધૂમ મચાવશે. આ ગોલ્ડ અને ડાયમંડ રિટેઈલર ગોલ્ડ જવેલરીના મેકિંગ ચાર્જીસ પર ૫૦% સુધીની છુટ, ડાયમંડના આભૂષણોની કિંમત પર ૨૦% સુધીની છુટ અને ૨૨ કેરેટ જૂના ગોલ્ડના એકસચેન્જ પર ૦% કપાત ઓફર લાવ્યાં છે.

“અમે મિડ સીઝન સેલ નામે આકર્ષક ઓફરો સથે ગુજરાત સહિત બધા મુખ્ય પ્રદેશોમાં આ ઝુંબેશ શરૂ કરી રહ્યાં છીએ. આ ઓફર પ્રદેશમાં અમારા ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તેની અમને ખાતરી છે, એમ કંપનીએ નિવેદનમાં જણાવ્યું છે.

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના ૧૦ દેશોમાં ૨૫૦ જેટલા શોરૂમ છે. શોરૂમોમાં મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની વિશેષ બ્રાન્ડ્સ, જેમ કે, માઈન ડાયમંડ જવેલરી, ડિવાઈન ઈન્ડિયા હેરિટેજ જવેલરી, એનિકસ હેન્ડ ક્રાફટ્સ જવેલરી કલેકશન અને સ્ટારલેટ કિડ્સ જવેલરી સુધી ચુનંદી ચૂંટેલી ચીજો પ્રદર્શનમાં મુકવામાં આવી છે. આભૂષણો કોઈ પણ અવસરમાં અને વિશેષ અવસરો તા રોજના ઉપયોગ સહિત બધી મોસમને અનુકૂળ લાગે તે રીતે ઘડવામાં આવ્યા છે. આ ગોલ્ડ રિટેઈલર બધા આભૂષણો માટે આજીવન ફ્રી મેઈનટેનન્સ, એક વર્ષનો મફત વીમો અને પુન: ખરીદી ગેરંટી સથે વિશ્વ કક્ષાની સુવિધાઓ ઓફર કરે છે. મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ગ્રાહકો માટે પારદર્શક કિંમત સાથે ફકત બીઆઈએસ હોલમાર્કસ, આઈજીઆઈ અને જીઆઈએ પ્રમાણિત જવેલરી જ વેંચે છે.

ગ્રુપ તેના નફામાંથી ૫ ટકા ભારત અને વિદેશમાં સામાજિક જવાબદારીના હેતુઓને ટેકો આપવા માટે આપે છે. શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, એફોર્ડેબલ હાઉસીંગ અને પર્યાવરણીય સુરક્ષા ગ્રુપ માટે મુખ્ય કેન્દ્રિત ક્ષેત્રો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.