લોકમેળા માટે ૨૨૦૦ થી વધુ ફોર્મ વિતરણને કારણે લોકમેળા સમિતીને ધીંગી આવક
આગામી તા.૧લી સપ્ટેમ્બરી યોજાનારા જન્માષ્ટમી લોકમેળામાં ધધાર્થીઓએ ભારે ઉત્સાહ દર્શાવી અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ ફોર્મ ઉપાડતા તંત્રને ધીંગી આવક થઈ છે. ૩૧મીએ સ્ટોલના ફોર્મ માટેનો છેલ્લો દિવસ હોય દરરોજ ૩૦૦થી વધુ ફોર્મ ઉપડી રહ્યાં હોવાનું લોકમેળા સમીતીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી ૧લી સપ્ટેમ્બરી યોજાનારા લોકમેળા માટે તા.૨૧ થી સ્ટોલ બુકિંગ શરૂ થતાં જ ધધાર્થીઓએ ભારે ઉત્સાહ દેખાડી અત્યાર સુધીમાં ૧૨૦૦થી વધુ ફોર્મ ઉપાડયા છે. જે પૈકી ૭૫૦ જેટલા ધધાર્થીઓએ ફોર્મ જમા કરાવી દેતા તંત્રને ૧૫ લાખી વધુની આવક લોકમેળા પૂર્વે જ થઈ રહી છે.
વધુમાં લોકમેળા સમીતીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી લોકમેળા માટે ૨૨૦૦ થી ૨૫૦૦ જેટલા ફોર્મ વિતરણ વાની આશા છે અને ૩૧મીએ ફોર્મ વિતરણ પૂર્ણ થઈ રહ્યું હોય છેલ્લા બે દિવસમાં દૈનિક ૪૦૦ થી ૫૦૦ ફોર્મ ઉપડી રહ્યાં હોવાી તંત્રને ફોર્મ વિતરણ થકી જ લાખો રૂપિયાની આવક થશે.